બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:26 PM, 16 March 2022
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ઘણી વખત એવા સ્ટંટ કરી બેસતા હોય છે તે તેમના જીવને મુશ્કેલીમાં મુકી શકે છે. આ વીડિયોમાં એક યુવક રિલ્સ બનાવવાના ચક્કરમાં પોતાની સાથે એવું કંઈક કરી બેસે છે જેનાથી તેની હાલત ખરાબ થઈ જાય છે. વીડિયો જોઈને લોકો ચોંકી ઉઢ્યા હતા.
શખ્સે લગાવી પોતાના પીઠ પર આગ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રિલ્સ બનાવવાના ચક્કરમાં આગની સાથે ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તેના કારણે તે પોતાની પીઠ પર આગ લગાવી દે છે. ત્યાર બાદ યુવકને લેવાના દેવા પડી જાય છે.
ADVERTISEMENT
વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે આ વીડિયો જોઈને આપણે તેના પરથી શિક્ષા લેવી જોઈએ અને વાયરલ થવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ન મુકવો જોઈએ.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કેમેરાની તરફ પીઠ કરે છે અને લાઈટર સળગાવીને કંઈક સ્ટંટ કરવાનો પ્રયત્ન કરે છે. આ ચક્કરમાં તે પોતાની પીઠ પર આગ લગાવી દે છે. આગ ઝડપથી શર્ટથી તેની બંડીમાં ફેલાઈ જાય છે અને તેની પીઠ પર તે દાજી જાય છે.
જુઓ વીડિયો...
— Vicious Videos (@ViciousVideos) March 15, 2022
બાથરૂમની તરફ ભાગે છે યુવક
ત્યાર બાદ યુવક ખૂબ જ જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને પોતાના શર્ટને કાઢીને બાથરૂમની તરફ ભાગે છે. આ વીડિયોને ટ્વિટર પર @ViciousVideos નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 18 સેકન્ડનો આ વીડિયોને ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર હજારો લોકોએ કમેન્ટ કર્યું છે. અમુક લોકો વીડિયોને જોઈને હસતા હસતા લોટપોટ થઈ રહ્યા છે. જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે આગથી ક્યારેય રમત ન કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.