બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / રસ્તા વચ્ચે બાઈકનું આગળનું ટાયર ઊંચુ કરીને શખ્સે કર્યો સ્ટંટ, વીડિયો જોઈને તમે પણ ગભરાઈ જશો
Last Updated: 09:12 PM, 6 December 2024
સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદને વટાવી રહ્યા છે. રીલ્સના ચક્કરમાં ઘણા લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. આવો જ એક વીડિયો એક બાઈક રાઇડરનો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ રોડની વચ્ચે સિંગલ ટાયર સાથે બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયોને જોઈને સમજી શકાય છે કે આ વ્યક્તિ રીલ માટે રસ્તા પર આવો ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. આ કરતબ કરવા માટે તે રસ્તા પર ખૂબ ફાસ્ટ બાઇક ચલાવી રહ્યો છે અને આગળના વ્હીલને ઊંચું પણ કરી રહ્યો છે. જે જોવામાં પણ ખતરનાક લાગી રહ્યું છે. આ સ્ટંટમાં તે હેન્ડલ છોડીને પણ બાઇક ચલાવે છે.
यमराज़ छूटी पर हैं क्या.....?🤔👇. 🔄🔙 pic.twitter.com/0AVPRSSOMH
— ❣⍣Cute࿐ɢɪʀʟ 💔🥀 (@Cute_girl__29) December 2, 2024
ADVERTISEMENT
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, તેનું બાઈક એટલું સ્પીડમાં હોય છે કે, વચ્ચે બમ્પ આવતા તેનું બાઈક આખું હવામાં પણ જતું રહે છે. છતાં તે પડતો નથી અને બેલેન્સ બનાવી લે છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
આ વીડિયો X પર @Cute_girl__29 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે, અને ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે. જેમાં એક યુઝરે લખ્યું કે,"આ વ્યક્તિ અજર-અમર લાગે છે". બીજાએ લખ્યું કે, "ખૂબ જલ્દીમાં લાગે છે આ ભાઈ, ખબર નહીં ક્યાં જવું છે આને?" અન્ય એકે લખ્યું કે, "જેને મરવું હોય છે તે આવું જ કામ કરતા હોય છે" તો અન્ય એકે લખ્યું કે, "યમરાજ આના દોસ્ત હોય તેવું લાગે છે".
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.