બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'બહેન સામે જોતો પણ નહીં', ન માનતાં પ્રેમીનું ગળું કાપીને પ્રાઈવેટ પાર્ટના કર્યાં ટુકડાં

યુપી / 'બહેન સામે જોતો પણ નહીં', ન માનતાં પ્રેમીનું ગળું કાપીને પ્રાઈવેટ પાર્ટના કર્યાં ટુકડાં

Last Updated: 10:34 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના પિલિભીતમાં એક ખૌફનાક મર્ડરનો બનાવ સામે આવ્યો છે.

મારી બહેન સામે જોયુ તો જીવતો નહીં મુકું, યુવાને તેની બહેનના પ્રેમીને ધમકી આપી હતી જેને તેણે સાચી પડી અને બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો એટલું જ નહીં પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટના પણ ટુકડા કરી નાખ્યાં હતા.

પ્રેમમાં જીવ ખોયો

ઉત્તર પ્રદેશના પીલીભીતના બિસલપુરમાં 28 વર્ષીય યુવકની પ્રેમ પ્રકરણમાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. તેનું ગળું કપાયેલી હાલતમા અને પ્રાઈવેટ પાર્ટ ક્ષત-વિક્ષત અવસ્થામાં મળી આીવ્યો હતો. એક નહેર પાસે યુવાનની ડેડબોડી બાંધીને ફેંકી દેવાઈ હતી જે પોલીસને મળી હતી. પોલીસે જણાવ્યું કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ કે મુઝમ્મિલનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મૃતકના પિતાએ કહ્યું કે પુત્ર મોબાઈલ ટાવર કંપનીમાં કામ કરતો હતો અને મંગળવારે સવારે ઘરેથી નીકળ્યો હતો પરંતુ તે ક્યારેય પાછો આવ્યો ન હતો.

પ્રેમ પ્રસંગમાં હત્યા

બિસલપુર પોલીસના ઈન્સ્પેક્ટર (ક્રાઈમ) વિનોદ કુમાર શર્માએ ખુલાસો કર્યો, "અરહાન અને ગુડ્ડુએ નામના બે આરોપીઓએ હત્યાની કબૂલાત કરી છે. મુઝમ્મિલને કથિત રીતે અરહાનના પરિવારની એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હતો, જેના કારણે તેમની વચ્ચે અગાઉ ઝગડો થયો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે મૃતકને તેની બહેન સાથે પ્રેમ સંબંધ હતો અને તેને ઘણી વખત તેને મળવા ન દેવાની ચેતવણી આપ્યા બાદ પણ તેણે સાંભળ્યું નહીં જેના કારણે તેને મારી નાખવાની ફરજ પડી હતી.

2 આરોપીઓની ધરપકડ

પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. બન્નેએ હત્યાની કબૂલાત કરી લીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Uttar Pradesh pilibhit crime crime news vtv news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ