બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:19 PM, 23 May 2025
આંધ્રપ્રદેશમાં હિન્દુઓના પવિત્ર તિરુપતિ મંદિર પાસે એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા નમાઝ અદા કરવાને કારણે હિન્દુ સમુદાયમાં રોષ છે. આ ઘટના તિરુમાલા કલ્યાણ મંડપમ પાસે બની હતી. આ સંકુલમાં નમાઝ અદા કરતા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં તિરુમાલા કલ્યાણ મંડપમ સંકુલ પાસે એક મુસ્લિમ વ્યક્તિ નમાઝ અદા કરી રહ્યો હોવાની ઘટના સોશિયલ મીડિયા પર સામે આવી છે. વાયર વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઇસ્લામિક ટોપી પહેરીને નમાઝ અદા કરી રહ્યો છે. હિન્દુ સમુદાયે આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું છે કે મંદિર પરિસર પાસે નમાજ પઢવાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ADVERTISEMENT
ALERT: A man offered Namaz for more than 10 mins near the Tirumala Kalyana Mandapam wearing a Hazrat cap. Shocked by the provocation, especially in the backdrop of Pahalgam attack, TTD Vigilance is engaged in identifying the person who offered Namaz. Car number plate noted. pic.twitter.com/v9ZJafDDIT
— Rahul Shivshankar (@RShivshankar) May 22, 2025
નમાજ પઢનાર વ્યક્તિનો ચહેરો
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે આરોપી વ્યક્તિ લગભગ 10 મિનિટ સુધી આરામથી નમાઝ અદા કરતો રહ્યો. તેમણે કહ્યું કે ઘણા લોકોએ તે વ્યક્તિ સામે વિરોધ પણ કર્યો હતો. સીસીટીવી વીડિયોની મદદથી આરોપી વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. સીસીટીવી વીડિયોમાં નમાજ પઢનાર વ્યક્તિનો ચહેરો અને તેના ટ્રકનો નંબર દેખાય છે.
આ પણ વાંચો : લર્નિંગ લાયસન્સ લેવા હવે કચેરી સુધી લાંબા નહીં થવું પડે, ટ્રાન્સપોર્ટ વિભાગે લીધો મોટો નિર્ણય
ટીટીડીએ મંદિર પરિસરની નજીક નમાજ અદા કરવાની ઘટનાને ધાર્મિક ઉશ્કેરણીની ઘટના ગણાવી છે. તે જ સમયે, હિન્દુ શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આવી ઘટનાઓ મંદિર પરિસરમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કરી રહી છે. તાજેતરમાં પહેલગામ હુમલો થયો છે. આવી સ્થિતિમાં, તિરુમાલા મંદિર સંકુલ પાસે નમાજ અદા કરવાની ઘટનાને ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહી છે. ટીટીડીએ કહ્યું છે કે વીડિયોના આધારે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ ભક્તોની ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.