બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'તારે મારી સાથે રોજ સંબંધ બાંધવો પડશે' અમદાવાદમાં જેઠે વહુની છેડતી કરી, ગંદી ઓફરો કરી
Last Updated: 06:41 PM, 24 June 2024
અમદાવાદના સરદારનગરમાં રહેતી મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના જેઠ સામે છેડતીની ફરિયાદ દાખલ કરી છે. વિધવાનું જીવન ગાળતી મહિલાએ પોતાની ફરિયાદમાં એવો આરોપ મૂક્યો કે 2007ની સાલમાં તેના પતિનું અવસાન થયું હતું અને તેને બે પુત્રો છે જે સાઉથ આફ્રિકામાં રહે છે. 13 જુનના દિવસે જેઠ તેના ઘેર આવ્યો હતો અને તેને કહ્યું હતું કે તે તેની સાથે કોઈ ઠેકાણે વાત કરવા માગે છે.
ADVERTISEMENT
ચાની કિટલીની રુમમાં કરી સેક્સની માગણી
ત્યાર બાદ જેઠ તેને સ્કૂટર પર બેસાડીને ચાની કિટલીએ લઈ ગયો હતો જ્યાં એક નાની રુમ પણ હતી. મહિલાએ કહ્યું કે તેણે મને સાદડી પર નીચે બેસવાનું કહ્યું હતું અને મારી સાથે તે પણ બેઠો હતો અને અચાનક તેણે મારી છેડતી શરુ કરી હતી અને પૈસાના બદલામાં તેની સાથે સેક્સનું દબાણ કરવા લાગ્યો હતો. તે ઉપરાંત જેઠે તેને પોતાના ઘરમાં ભાડે રહેવા દેવાનો તથા બીજો ખર્ચો ઉઠાવવાનું પણ જણાવ્યું હતું. જેઠે મને એવું કહ્યું હતું કે બદલામાં તારે મારી સાથે દરરોજ સેક્સ કરવું પડશે.
ADVERTISEMENT
જેઠની ગંદી ઓફર મહિલાએ ફગાવી
જેઠની આવી ગંદી વાતો સાંભળીને મહિલાને ભારે આઘાત લાગ્યો અને તેણે તરત તેને માગણી ઠુકરાવી દીધી હતી અને પોતાને ઘેર મૂકી જવાનું કહેતા મૂકી ગયો હતો ત્યાર બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વસ્ત્રાપુરમાં બાળકી રેપનો ભોગ બનતાં રહી ગઈ
ગઈ કાલે વસ્ત્રાપુરમાં પણ બાળકી રેપનો ભોગ બનતાં રહી ગઈ. સદનસીબે કૂતરાઓએ ભસીને બાળકીને રેપથી બચાવી હતી. મૂળ બિહારના 22 વર્ષીય હેવાન વિજય મહતોએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીને ઉઠાવીને વસ્ત્રાપુર તળાવ પાસે લઈ આવ્યો હતો અને ત્યાં નરાધમ માસૂમ પર દુષ્કર્મ કરવા માગતો હતો પરંતુ સદનસીબે કૂતરાઓએ ભસીને હોહા કરી મૂકતા હેવાન બાળકી મૂકીને ભાગ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.