કચ્છના નાના અંગિયાનો 23 વર્ષનો યુવાન છેલ્લા 10 દિવસથી ગૂમ થઈ જતા ચકચાર મચી ગઈ છે.
ફરી વિવાદમાં ઈસ્કોન સંપ્રદાયના સાધુ
યુવકને ગોંધી રાખ્યાનો આરોપ
કચ્છના અંગિયાનો યુવક 10 દિવસથી ગૂમ
દર્શન પારસીયા નામનો યુવાન 10 દિવસથી ગૂમ છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિદાય થઈ છે. યુવકને ઈસ્કોન સંપ્રદાયના સાધુએ ગોંધી રાખ્યાનો આરોપ લગાવાઈ રહ્યો છે. ઈસ્કોન સંપ્રદાયના સાધુ જયતીર્થચરણ સ્વામી સામે યુવકને ગોંધી રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
યુવત સતત સાધુના સંપર્કમાં હતો
ઈસ્કોનના સાધુ જય તીર્થચરણ સતત યુવકના સંપર્કમાં હતો. જે દિવસે યુવક ગૂમ થયો તે દિવસે સાધુએ યુવકના ખાતામાં 3 હજાર જમા કરાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ અગાઉ પણ આ સાધુ આવા કાંડમાં વગોવાઈ ચૂક્યા છે. અગાઉ પણ બાળકોનું બ્રેઈન વોશ કરી ષડયંત્ર કરવાના આરોપ જયતીર્થચરણ પર લાગી ચુક્યા છે.
દર્શનના પરિવારે લગાવ્યો આરોપ
દર્શનના પરિવારે આરોપ લગાવ્યો છે કે, દર્શનનું દિમાગ વોશ કરીને તેને ગૂમ કરવામાં સાધુ જય તીર્થ ચરણનો જ હાથ છે. તેણે પોતાના ફેસબુક એક્સેસ પણ સાધુને આપેલા છે જે ખરેખર માન્યમાં ન આવે તેવી બાબત છે.