બે દિવસથી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધરમોળ્યું છે. ત્યારે સતત પડી રહેલ વરસાદનાં કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ નર્મદા ડેમમાંથી છોડાયેલ પાણી નર્મદા અને મહીસાગર નદીનાં પાણી ગામમાં ફરી વળ્યા હતા.
આફત બે પ્રકારની હોય છે, કુદરતી અને માનવસર્જિત. ગુજરાતમાં ભાદરવાના વરસાદે ઝંઝાવાતી સ્વરૂપ બતાવ્યું, જે ગુજરાતની જીવાદોરી નર્મદા નદી છે તેના પાણી ભરૂચ, અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા. આફતના સમયે સૌ સાથે હોય એ તો સ્વભાવિક છે પરંતુ આ આફત ઉપર રાજકારણ શરૂ થઈ ગયું.
ગુજરાતમાં સતત વરસાદથી જનજીવનને અસર
નર્મદા અને મહીસાગર નદીના પાણી ગામમાં ફરી વળ્યા
ભારે વરસાદથી નદીઓમાં પાણીની ભરપૂર આવક
નર્મદા, મહીસાગરના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા
કોંગ્રેસનો આક્ષેપ છે કે નર્મદા બંધમાંથી એકસાથે પાણી છોડવામાં આવ્યું જેને લઈને તારાજીની સ્થિતિ આવી. સામે પક્ષે સરકારનો સ્પષ્ટ તર્ક છે કે ઉપરવાસનો ભારે વરસાદ અને ઓમકારેશ્વર ડેમમાંથી નર્મદા નદીમાં દોઢ દિવસમાં એકસાથે લાખો ક્યુસેક પાણી આવવાથી પાણી છોડવું પડ્યું અને તૈયારીનો સમયગાળો ઓછો મળ્યો. આ રીતે સરકાર આ આફતને માનવસર્જિત નહીં પણ કુદરતી કહી રહી છે. આફત કુદરતી હોય કે માનવસર્જિત પણ અત્યારે નર્મદાની સાથે-સાથે મહીસાગર નદીના પાણી જે તે ગામમાં ફરી વળ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. સરકારના રાહત અને બચાવકાર્ય ચાલુ છે ત્યારે સવાલ એ છે કે નદીના પાણી ગામમાં આવ્યા તેના માટે જવાબદાર કોણ, રાહત આપતો વરસાદ, લોકો માટે આફતરૂપ કઈ રીતે બન્યો.
કોંગ્રેસે સરકાર ઉપર આક્ષેપ કર્યા
કોંગ્રેસે વરસાદ પછીની આફત માટે સરકારને જવાબદાર ગણી
નર્મદા નદીમાંથી એકસાથે પાણી છોડવામાં આવ્યાનો આરોપ
ગુજરાતમાં સતત વરસાદથી જનજીવનને અસર પડતી હોય છે. નર્મદા અને મહીસાગર નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. ભારે વરસાદથી નદીઓમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે. નર્મદા, મહીસાગરના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભરૂચ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરાના તાલુકાઓમાં પણ અસર પહોંચી. જ્યારે વિસાવદરમાં પણ અનરાધાર વરસાદથી મુશ્કેલી છે.
કોંગ્રેસના આરોપો સામે સરકારે પણ પોતાનો તર્ક રજૂ કર્યો
સરકારનું કહેવું છે કે ઓમકારેશ્વર ડેમ 85 થી 90% ભરેલો હતો
ઓમકારેશ્વર ડેમનું જળસ્તર યથાવત રાખ્યા બાદ પણ પાણીની આવક ચાલુ હતી
નર્મદાના ઉપરવાસમાં આ સમય દરમિયાન ભારે વરસાદ યથાવત હતો
મુસીબત માટે કોણ જવાબદાર?
કોંગ્રેસે સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસે વરસાદ પછીની આફત માટે સરકારને જવાબદાર ગણી છે. નર્મદા નદીમાંથી એકસાથે પાણી છોડવામાં આવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. 18 લાખ ક્યુસેક જેટલું પાણી એકસાથે છોડી દેવામાં આવ્યું. જેથી બે માળ સુધી પાણી ઘૂસી જાય એવી સ્થિતિ આવી છે. ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સરદાર સરોવર ડેમમાં પાણી વધી રહ્યું હતું. પાણી વધી રહ્યું હતું છતા ટર્બાઈન બંધ કરી દેવામાં આવ્યા છે. સમયાંતરે પાણી છોડાતું રહ્યું હોત તો આવી તારાજી ન થઈ હોત.
કોંગ્રેસના આરોપો સામે સરકારે પણ પોતાનો તર્ક રજૂ કર્યો
સરકારનું કહેવું છે કે ઓમકારેશ્વર ડેમ 85 થી 90% ભરેલો હતો
ઓમકારેશ્વર ડેમનું જળસ્તર યથાવત રાખ્યા બાદ પણ પાણીની આવક ચાલુ હતી
નર્મદાના ઉપરવાસમાં આ સમય દરમિયાન ભારે વરસાદ યથાવત હતો
મુસીબત માટે કોણ જવાબદાર?
કોંગ્રેસના આરોપો સામે સરકારે પણ પોતાનો તર્ક રજૂ કર્યો છે. સરકારનું કહેવું છે કે ઓમકારેશ્વર ડેમ 85 થી 90% ભરેલો હતો. ઓમકારેશ્વર ડેમનું જળસ્તર યથાવત રાખ્યા બાદ પણ પાણીની આવક ચાલુ હતી. નર્મદાના ઉપરવાસમાં આ સમય દરમિયાન ભારે વરસાદ યથાવત હતો. ઓમકારેશ્વર ડેમનું જળસ્તર જાળવીને નર્મદા ડેમમાં પાણી છોડાયું. નર્મદા ડેમમાં દોઢ દિવસમાં ક્ષમતા કરતા અનેકગણું પાણી આવ્યું. 5 લાખ ક્યુસેકની સામે 22 લાખ ક્યુસેક પાણી એકસાથે આવ્યું. 22 લાખ ક્યુસેક પાણીની આવક છતા સરકારે 18 લાખ ક્યુસેક પાણી છોડ્યું. નર્મદા નીરના વધામણા કરવા 2019થી મુખ્યમંત્રી જાય છે. 16 સપ્ટેમ્બરથી સ્થિતિ ઉપર સરકારની નજર હતી.
ભરૂચ-અંકલેશ્વરનો મુખ્ય રસ્તો બંધ
હાંસોટ રોડની 15 સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા
અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર
ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ ઉપર પાણી ભરાયા
ભરૂચમાં નુકસાનીનો ચિતાર
ભરૂચ-અંકેશ્વરનો મુખ્ય રસ્તો બંધ છે. તેમજ હાંસોટ રોડની 15 સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. અંકલેશ્વરનાં રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર બંધ કરાયો છે. તેમજ ડામર રોડના પોપડા ઉખડી ગયા. ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.