ઉત્તર પ્રદેશના કાનપુરમાં ચોંકાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સની પત્ની શારીરિક સંબંધો બાંધવામાં અસમર્થ હતી પછી જે થયુ તે જાણીને તમે દંગ રહી જશો.
ઉત્તરપ્રદેશમાં બની ચોંકાવનારી ઘટના
શારીરિક સંબંધો નહોતી બનાવતી પત્ની
2 મહિના બાદ સામે આવ્યું ચોંકાવનારુ સત્ય
એપ્રિલમાં કર્યા હતા લગ્ન
એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે, આ વ્યક્તિએ એપ્રિલ 2021માં લગ્ન કર્યા હતા અને પત્નીએ પહેલી રાત્રીએ તબિયત ખરાબ હોવાનું બહાનુ કરીને શારીરિક સંબંધો બનાવ્યા ન હતા.
ફિઝીકલ થવામાં અસમર્થ હતી પત્ની
લગ્નના 2 મહિના સુધી પત્ની શારીરિક સંબંધો બનાવવામાં અસમર્થ હતી જેનાથી પતિને થયુ કે તેને એક વાર ડૉક્ટર પાસે લઇ જઇને તપાસ કરાવે કે શું તકલીફ છે. જ્યારે પતિએ પત્નીની તપાસ કરાવી તો ચોંકાવનારુ કારણ સામે આવ્યું
ટ્રાન્સજેન્ડર હતી પત્ની
પોલીસ ફરિયાદ બાદ સમગ્ર પંથકમાં આ મામલો સામે આવી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કાનપુરના શાસ્ત્રીનગરમાં રહેતા એક વ્યક્તિએ પનકી વિસ્તારની છોકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની શારીરિક સંબંધ બાંધી શકતી નહોતી. જેથી પત્નીને ગાયનેક પાસે લઇ જવામાં આવી અને ચેક અપથી ખરબ પડી હતી કે તે ટ્રાંસજેન્ડર છે.
પોલીસ ફરિયાદ કરી
શખ્સે પોતાની પત્ની, તેના માતા પિતા અને મધ્યસ્થ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પુરાવા તરીકે પત્નીનો મેડિકલ રિપોર્ટ પણ સબમિટ કરાવ્યો છે. આગળ શું કાર્યવાહી થાય છે અને પતિને ન્યાય મળે છે કે નહી તે જોવું રહ્યું.