સસ્તા મોબાઇલ ચાર્જરનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો, થઇ શકે છે મોત

By : krupamehta 05:57 PM, 06 February 2019 | Updated : 05:57 PM, 06 February 2019
ચાર્જિંગ દરમિયાન સેમસંગનો મોબાઇલ ફોન ઉપયોગ કરી રહેલા એક યુવકનપં મોત થઇ ગયું છે. પોલીસનું કહેવું છે કે 24 વર્ષનો યુવક ઇયરફોન દ્વારા ફોન પર વાત કરી રહ્યો હતો અથવા ગીત સાંભળી રહ્યો હતો. આ મામલો થાઇલેન્ડના ચોનબુરીનો છે. 

જ્યારે યુવકની બોડી મળી તો ઇયરફોનનું માઇક એના હોઠ પર હતું. પોલીસનું માનવું છે કે સસ્તા ચાર્જરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે મોત થયું હશે. યુવકની બોડીને તપાસ માટે મોકલવામાં આવી છે. 

પ્રોપ્રર્ટી ઓનર જ્યારે યુવકના રૂમમાં ગયા તો એનું મોત થઇ ગયું હતું. કાનની પાસે બળી જવાના નિશાન હતા. ઘટના બાદ પોલીસે સસ્તા ચાર્જના ખતરાથી લઇને ચેતવણી જારી કરી છે. 

ઘણી મોબાઇલ કંપનીઓ ચાર્જિંગ દરમિયાન પણ મોબાઇલ ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ સાચા અને સ્ટાન્ડર્ડ ચાર્જરનો જ ઉપયોગ કરવા કહેવામાં આવે છે. અલગ અલગ કંપનીઓના ચાર્જરમાં આઉટપુટ કરંટનું અંતર હોય છે. 

જો કે ચાર્જિંગ દરમિયાન કરંટ લાગવાના સમાચાર પહેલા પણ આવી ચુક્યા છે. ઘણી વખત ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવા પર ગરમ પણ થઇ જાય છે. એવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ નહીં કરવા માટે કહેવામાં આવે છે. 

 Recent Story

Popular Story