દર નવરાત્રીએ છાતી પર રાખે છે 21 કળશ, જાણો આ બાબાની આસ્થા વિશે

By : juhiparikh 05:59 PM, 12 October 2018 | Updated : 05:59 PM, 12 October 2018
દેવી-દેવતાઓને ખુશ કરવા માટે ભક્ત ઘણા પ્રકારની રીતો અપનાવતા હોય છે. આવા જ એક ભક્ત છે પટણના નાગેશ્વર બાબા જે છેલ્લા 22 વર્ષથી નવરાત્રી દરમિયાન દેવીની પૂજા આ અંદાજમાં કરે છે જોનારાનું મોઢું પહોળું થઇ જાય છે. વાસ્તવમાં બાબા આ વર્ષે પોતાની છાતી પર 21 કળશની સ્થાપના કરી માતા દુર્ગાની પૂજા કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ખાવા-પીવાનું દૂર હલતા પણ નથી. 

પટણાના નૌલખા મંદિરમાં પાછલા 22 વર્ષથી નાગેશ્વર આ પ્રકારે દેવીની અરાધના કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે આમ કરવાની તાકાત તેમને માતાજી આપે છે. બાબા નવરાત્રીથી 15 દિવસ પહેલા વ્રત શરૂ કરે છે. તેઓ જણાવે છે કે, આ મંદિરમાં ઘણા લોકો માતા દુર્ગાના આશીર્વાદ લેવા માટે આવે છે. જે માતા પોતાનું બાળક ધ્યાન રાખે છે, તેમના ચરણોમાં આરામ કરવાથી વધારે સંતુષ્ટિ ક્યાંય નથી. 

દર વર્ષની જેમ નાગેશ્વર પોતાની છાતી પર પાછલા વર્ષ કરતા એક કળશ વધારે મૂકે છે. આ કળશમાં ગંગાજળ હોય છે. મૂળરૂપે દરભંગાના નાગેશ્વર દાવો કરે છે કે તેમના સપનામાં આવીને દુર્ગા માતા આમ કરવા માટે કહ્યુ હતુ.

નવ દિવસોમાં તે કંઇ ખાતા કે પીતા નથી અને ન તો હલે છે. ડોક્ટોરનું કહેવું છે કે શરીરમાં કમજોરી આવે છે પરંતુ ઇચ્છાશક્તિના સહારે આ કામ કરી શકાય છે.Recent Story

Popular Story