બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 PM, 20 September 2024
હાલના આધુનિક સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ વધી રહ્યો છે. એમાં પણ લોકો સોશિયલ મીડિયા પાછળ તો ગાંડા થાય છે. અત્યારે મોટાભાગના દરેક લોકો સોશિયલ મીડિયા માટે રીલ કે વિડીયો બનાવતા હોય છે. વિડીયોમાં વ્યુ મેળવવા માટે અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરતા હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અત્યારે લોકો ફેમસ થવા માટે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરતા હોય છે. આ વિડીયોમાં વ્યુ મેળવવા માટે વધારે રિસ્ક લેતા હોય છે, જેના કારણે જીવનું જોખમ પણ હોય છે. આ રીતે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક વ્યુના ચક્કરમાં ગંભીર ઈજાગ્રસ્ત થાય છે.
આ વિડીયોમાં એક યુવક કોઈ કારની સીટ પર બેસીને ટ્રેક્ટરના ત્યારે પગ લગાવીને ઉંચકવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ 5 ટનના ટ્રેક્ટરને ઉચકવા વારંવાર પ્રયત્ન કરે છે અને છેલ્લે થોડું ઊંચું થાય છે. પરંતુ આ યુવકના બંને પગ ખરાબ રીતે ભાગી ગયા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વધુ વાંચો: ચોમાસામાં કારની સર્વિસ કરાવવી જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
જો કે આ વિડીયો કયાનો અને ક્યારનો છે તે કઈ કહી શકાય નહીં. પરતું યુવકનું કામ મુર્ખામી ભર્યું હતું અને વિડીયો પર લોકોની ખુબ કમેન્ટ આવી રહી છે. જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે રીલના ચક્કરમાં અપંગ બની જઈશ કે શું? અને બીજા એક યુઝરે કોમેન્ટ કરી છે કે મૂર્ખામીની પણ કોઈ હદ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.