બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:51 PM, 5 September 2024
એક શખ્સે ઓનલાઈન બર્ગર મંગાવ્યું ખોલીને જોતાં તેમાંથી ફૂગ નીકળી હતી. હવે હદ થાય છે. ભોજનમાંથી હવે વધુ એક ચીતરી ચઢી જાય તેવી ચીજ નકીળી છે. તાજેતરમાં એક શખ્સે ઝોમેટો પરથી બર્ગર મંગાવ્યું હતું પરંતુ ખોલીને જોતામાં તે બર્ગરનો ઉપરનો ભાગ ચોગઠાની જેમ થીજી ગયેલો હતો અને તેની પર ફૂગ વળી હતી. હવે વિચારો આ ખાવામાં આવ્યું હોત તો કેવું થાય. ગ્રાહકે સોશિયલ મીડિયા પર તેમની નિરાશા વ્યક્ત કરી, બર્ગર કિંગ અને ઝોમેટો બંનેને આ મુદ્દા પર ધ્યાન દોરવા અને ઉકેલ મેળવવા માટે ટેગ કર્યા.
ADVERTISEMENT
जोमाटो के ज़रिए बर्गर किंग से ऑर्डर किया गया. फ्राइज़ खत्म करने के बाद बर्गर (Veg Whooper) खोला, और मुझे आज पता चला कि उन्होंने नया फ्लेवर लॉन्च किया है. जहां बर्गर की ब्रेड के साथ फफूंद यानी मोल्ड फ्री में आ रहा है. @zomato @burgerkingindia pic.twitter.com/xG2VHLjQol
— Yaman Dev Sharma (@YamanDev) September 4, 2024
યૂઝર્સે લીધી મજા
ADVERTISEMENT
આ પોસ્ટે ઈન્ટરનેટ યુઝર્સનું પણ ધ્યાન ખેંચ્યું હતું. એક યુઝરે કમેન્ટ કરી કે, "આ બીભત્સ છે, ખૂબ ભયંકર છે. અન્ય યુઝરે લખ્યું, "ઓહ! એવું લાગે છે કે કંપની પાસે પ્રિઝર્વેટિવ્સ ખતમ થઈ ગયા છે. એક વ્યક્તિએ મજાક કરી કે હરી ચટની હોગી.
ભોજનમાંથી શું શું નીકળ્યું?
છેલ્લા કેટલાક સમયથી ભોજનમાંથી જાતજાતની અને સૂગ ચઢી જાય તેવી ચીજો નીકળી રહી છે. વિવિધ રાજ્યોમાંથી ભોજનમાં ક્યાંકથી મરેલી ગરોળી, દેડકો, વંદો, કાનખજૂરો, સાપ, બ્લેડ સહિતની બીજી ચીજો નીકળી રહી છે આવી સ્થિતિમાં હવે શું ખાવું અને શું ઓર્ડર આપવો તે એક યક્ષપ્રશ્ર થઈ પડ્યો છે. લોકોની તબિયત બગાડી નાખે તેવા ડઝનથી વધુ કિસ્સા બન્યાં છે અને રોજબરોજ ક્યાંકને ક્યાંકથી ભોજનમાં આવું નીકળ્યું તેવું નીકળ્યું એવા સમાચાર આવી રહ્યાં છે.
હોસ્ટેલના ભોજનમાં મરેલો સાપ
લોકોને ભોજન પર ધૃણા થઈ જાય તેવી એક ઘટનામાં બિહારની એક સરકારી કોલેજની કેન્ટીનમાં પીરસવામાં આવતા ખોરાકમાંથી મરેલી સાંપ મળી આવ્યો. આ અંગે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ પછી અધિકારીઓએ આવીને મામલાની તપાસ કરી.
ચોકલેટ સીરપમાં મળેલો મૃત ઉંદર
દિલ્હીની એક મહિલાએ દાવો કર્યો હતો કે તેણે મંગાવેલી ચોકલેટ સિરપમાં મરેલો ઉંદર જોવા મળ્યો હતો. તેણે તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મહિલાએ કહ્યું કે તેણે ઝેપ્ટો પાસેથી આનો ઓર્ડર આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી. કંપની તરફથી જવાબ પણ આપવામાં આવ્યો છે.
નોઈડામાં આઈસ્ક્રીમમાં કાનખજૂરો
નોઈડાના સેક્ટર 12માં રહેતી દીપા નામની મહિલાએ 16મી જૂનની સવારે એક ઓનલાઈન શોપિંગ એપ પરથી જાણીતી બ્રાન્ડની વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ મંગાવી હતી. જ્યારે તેણે આઈસ્ક્રીમનું બોક્સ ખોલ્યું, ત્યારે તેને અંદર એક કાનખજૂરો નીકળ્યો હતો. દીપાએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ પછી, આ માહિતી ફૂડ સેફ્ટી વિભાગને આપવામાં આવી હતી. 18 જૂનના રોજ ગ્રેટર નોઈડાની એક જ્યુસની દુકાનમાં કાપેલા ફળોમાં કોકરોચ જોવા મળ્યો હતો. જ્યુસ કોર્નરમાં રાખેલા ગ્લાસમાં એક વંદો પણ જોવા મળ્યો. સ્થળ પર હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાની સાથે જ ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી કરીને જ્યુસ કોર્નર પર દંડ ફટકાર્યો હતો.
ફ્લાઈટના ભોજનમાંથી બ્લેડ મળી
બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટ (AI 175)ના એક મુસાફરે તેના ભોજનમાં બ્લેડ મળી હોવાની મળ્યાની ફરિયાદ કરી હતી અને એર ઈન્ડિયાએ પણ બ્લેડ જેવી વસ્તુ હોવાનું સ્વીકાર્યું છે. હવે એર કંપની તેની તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાએ તેને બિઝનેસ ક્લાસમાં દુનિયામાં ક્યાંય પણ ફ્રીમાં મુસાફરી કરવાની ઓફર પણ આપી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી.
મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી
હજુ હમણાં 3-4 દિવસ પહેલાં જ મુંબઈના મલાડમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવીની કપાયેલી આંગળી મળી. આ પછી સનસનાટી મચી ગઈ હતી.
ગુજરાતમાં વેફર્સના પેકેટમાંથી મૃત દેડકા મળ્યા
આજની ઘટનાએ તો હદ કરી નાખી. ગુજરાતના જામનગરમાં વેફર્સના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો હતો. પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5માં રહેતા જસ્મિત પટેલે 18મી જૂને વેફરનું પેકેટ ખરીદ્યું હતું. તેની ફરિયાદ હતી કે જ્યારે તે તે ઘેર લઈ ગયો ત્યારે તેમાંથી સડેલો દેડકો નીકળ્યો હતો.
એમેઝોન પાર્સલમાં જીવતો સાપ
આજની આવી બીજી ઘટનામાં બેંગલુરુના એક દંપતીને ઓનલાઈન ઓર્ડર કરાયેલા સામાનમાં એક જીવંત કોબ્રા મળી આવ્યો. તેણે આ વસ્તુ એમેઝોન પરથી મંગાવી હતી. સદનસીબે આ ઝેરી સાપ પેકેજીંગ ટેપમાં ફસાઈ ગયો હતો. આ કારણોસર તે કોઈને નુકસાન પહોંચાડી શક્યો નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.