બ્રેકિંગ ન્યુઝ
VTV / Man floating on life jacket for 11 hours
Last Updated: 05:44 PM, 20 May 2021
ADVERTISEMENT
ખતરનાક ચક્રવાત તૌકતેના કારણે મુંબઈના સમુદ્ર કિનારાથી અમુક કિલોમીટર દૂર સમુદ્રમાં ખતરનાક પરિસ્થિતિઓ ઉભી થઈ હતી. મુંબઈથી લગભગ 35 નોટિકલ દૂર અરબ સાગરમાં વાવાઝોડાના કારણે ઘણા જહાજ ફાસાઈ ગયા હતા. ભારતીય નૌસેના ત્રણ દિવસથી સમુદ્રમાં પોતાનું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. એક બાર્જ P 305 પણ ડુબી ચુક્યું છે. તેમાંથી 186 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 26 મૃતદેહ રિકવર કરવામાં આવ્યા છે અને બીજા પણ ઘણા નાના મોટા જહાજો બચાવી લેવામાં આવ્યા છે.
સ્થિતિ ખૂબ ગંભીર હતી
ADVERTISEMENT
નેવીનું ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. P305 બાર્જમાંથી સુરક્ષિત બચેલા લોકોએ નેવીને ધન્યવાદ કહ્યો અને જણાવ્યું કે વાવાઝોડાના કારણે તેમનો અનુભવ કેવો રહ્યો હતો અને કઈ રીતે તેમનો જીવ સમુદ્ર અને બારે વરસાદની વચ્ચે ફસાઈ ગઈ હતી. બાર્જના એક ક્રૂ મેમ્બર સ્વપ્નિલ સાવંતે કહ્યું કે, 'સ્થિતિ ખૂબ ગંભીર હતી. ઉંચી ઉંચી લહેરો આવી રહી હતી. હું નેવીનો ધન્યવાદ કરૂ છું કે તેમણે પોતાનો જીવ મુશ્કેલીમાં નાખીને અમારો જીવ બચાવ્યો. '
એક અન્ય સર્વાઈવર અમિત કુમાર કુશવાહાએ જણાવ્યું કે તે 11 કલાક સુધી સમુદ્રમાં તરી રહ્યા હતા અને પોતાનો જીવ બચાવવા માટે લડી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે 'બાર્જ ડૂબી રહ્યું હતું, તો મારે સમુદ્રમાં કુદવું પડ્યું. હું સમુદ્રમાં 11 કલાક સુધી લાઈફ જેકેટના સહારે તરી રહ્યો હતો. ત્યાર બાદ નેવી પહોંચી.'
વધુ એક સર્વાઈવર જે મદદ માટે પહોંચ્યા પહેલા ખૂબ વધારે ઘાયલ થઈ ગયા હતા. તે પોતાનો અનુભવ જણાવતા રોઈ પડ્યા હતા. તેમણે જમાવ્યું કે જો નેવી મદદ માટે ન પહોંચી હોત તો કોઈ પણ જીવીત ન રહ્યું હોત. નેવીના અધિકારીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. તેમના કારણે જ હું જીવતો છું. જો તે ન હોત તો કોઈ જીવતું ન બચી શક્યું હોત.'
પેટમાં ગંભીર ઈજા છતાં થયો આબાદ બચાવ
વિકાસ કુમાર નામના એક સર્વાઈવરે જણાવ્યું કે બાર્જના ડૂબ્યા બાદ તે પણ ઘાયલ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, 'જ્યારે બાર્જ ડૂબી રહ્યું હતું તો હું સમુદ્રમાં કુદી ગયો. તે સમયે મારા પેટમાં ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જો નેવી ન પહોંચી હોત તો હું ન બચી શકત.'
મહત્વનું છે કે નેવીની એક ટગબોટ, વરપ્રભાને પણ બચાવવામાં આવી છે. આ બોટ પણ વાવાઝોડામાં તટના કિનારાથી ભટકી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.