પાટણ / લોકડાઉનના પગલે યુવકે પરિવાર ભૂખ્યો હોવાની પોલીસ સ્ટેશનમાં આપી અરજી

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં લોકડાઉન વચ્ચે ધંધા-રોજગાર બંધ હોવાના કારણે લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનના પગલે ગરીબ લોકોનો ધંધો-રોજગાર બંધ થઇ જતાં ભોજન નહીં મળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં જ પાટણના સિદ્ધપુર શહેરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ગરીબ ડ્રાઇવર પોતાના ભૂખ્યાબાળકો સાથે પોલીસ સ્ટેશન પહોંચેલો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં અત્યાર સુદીમાં 14 કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ