Team VTV04:38 PM, 28 Nov 20
| Updated: 04:40 PM, 28 Nov 20
ગીર સોમનાથના સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમા દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. સૂત્રાપાડામાં 2 મહિનામાં 3 જી વખત દીપડાના હૂમલાની ઘટના સામે આવી હોવાથી આસપાસના ગામોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ ના સુત્રાપાડા ના ગ્રામ્ય વિસ્તાર મા દીપડાનો હૂમલો
7 વર્ષ ના બાળક પર હુમલો
સૂત્રાપાડામાં 2 મહિનામાં 3 જી વખત દીપડાનો હુમલો
લાંબા સમય થી સુત્રાપાડા વન વિભાગ સામે સવાલો ઉઠી રહયા છે ત્યારે વધારે એક દીપડો માનવ ભક્ષી બન્યો છે
સૂત્રાપાડાના બરુલા ગામે રહેતા મનુભાઈ વાઢેલ નામના ખેડૂત બપોરના સમયે પોતાના ખેતરે જુવારમા પાણી વાળતા હતા તે સમયે મનુભાઈ માટે ઘરેથી ચા લય આવેલા તેમના પત્ની અને 7 વર્ષના આર્યન નામના દીકરો. જુવારમા થોડી વાર પાણી પાવા માટે ગયા હતા.
બાળકને સારવાર માટે સૂત્રાપાડા હોસ્પિટલ ખસેડાયો
જો કે તે સમયે એકાએક જુવારમાં છુપાયેલો દીપડો 7 વર્ષના આર્યન પર હુમલો કરી તેને પોતાના જબડામાં ભરાવી ભાગ્યો હતો જો કે દીપડા ને આર્યનના માતા જોઈ જતા માટીના ઢેફાથી દીપડાને ફટકાર્યો અને પોતાના 7 વર્ષ માં દીકરાને દીપડાના ઝબડામાંથી છોડવ્યો જો કે દીપડો ફરી વખત હુમલો કરવા આગળ આવ્યો અમે ફરી વખત મહિલા એ તેના પર પથ્થર ફેંકી તેને ભગાવ્યો. અને ત્યારબાદ બાળકને સારવાર માટે સૂત્રાપાડા હોસ્પિટલ ખસેડાયો છે.
7 વર્ષ ના આર્યનને દીપડાએ કરેલા હુમલામાં ઇજા પહોંચી
7 વર્ષ ના આર્યનને દીપડાએ કરેલા હુમલામાં ઇજા પહોંચી અને સૂત્રાપાડા હોસ્પિટલ સારવાર કરવામાં આવી જો કે બાળક હાલ સ્વસ્થ છે છેલ્લા બે ત્રણ મહિનામાં સૂત્રાપાડામાં દીપડાના અનેક હુમલા સામે આવ્યા છે પ્રાસલી ગામે પણ બે અલગ અલગ દીપડાના હુમલા થોડા દિવસો પહેલા સામે આવ્યા જો કે નવાઈની વાત એ છે કે સૂત્રાપાડા ફોરેસ્ટને હજુ સુધી એક પણ દીપડો પકડવામાં સફળતા ન મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સૂત્રાપાડામાં દીપડાઓ આદમખોર બની હિંસક હુમલાઓ કરી રહ્યા છે
ગઈકાલે પણ ગીર ગઢડા ના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના હુમલા બાળકનું મોત થયુ હતું એક તરફ સૂત્રાપાડામાં દીપડાઓ આદમખોર બની હિંસક હુમલાઓ કરી રહ્યા છે તો બીજી તરફ ફોરેસ્ટ દીપડાઓને પકડવાને બદલે કુવાના કાંઠા બાંધવામાં વ્યસ્ત છે