બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિદેશની ઘેલછામાં પરિવાર વિખેરાયો, વ્યાજખોરના ત્રાસથી કંટાળી પિતાએ એસિડ ગટગટાવ્યું
Last Updated: 10:12 PM, 18 March 2025
મહેસાણામાં દીકરાને વિદેશ મોકલવાનો મોહ પિતાને ભારે પડ્યો, વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી થતાં કૌશિક પંચોલી નામના વ્યક્તિએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું. મૃતકે ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ પાસેથી વ્યાજે પૈસા લઇને દિકરાને વિદેશ મોકલ્યો હતો.
ADVERTISEMENT
મૃતક કૌશીક પંચોલી વ્યાજે લીધેલા પૈસા ચૂકવી ન શકતા ત્રણેય શખ્સોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી, અને બાદમાં છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી.. જે બાદ કૌશીક પંચોલીએ એસિડ પી લીધું હતું. અને સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું.
આ પણ વાંચોઃ ચાંદલોડિયા રેલવે સ્ટેશને નમો ભારત ટ્રેનમાં લાશ! મોતના કારણે કંપાવી દીધાં, જાણો કિસ્સો
ADVERTISEMENT
આ સમગ્ર મામલે પોલીસે આત્મહત્યા મામલે દુષ્પ્રેરણાની ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.સંતાનને વિદેશ મોકલવાના મોહમાં ચૂકવવાની ક્ષમતા કરતા અનેકગણું વધારે દેવું કરી બેસતા દરેક મા-બાપ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.