પિતાની છેલ્લી ઈચ્છા હતી BMW કાર, દીકરાએ આ રીત કરી પુરી...

By : kaushal 03:50 PM, 14 June 2018 | Updated : 03:50 PM, 14 June 2018
આવી ઘટના તમે કદાચજ સાંભળી હશે કે જોઈ હશે. એક વ્યક્તિએ પોતાની છેલ્લી ઈચ્છા પુરી કરવા માટે કંઈક એવુ કર્યુ કે જાણીને તમે સન્ન રહી જશો. કદાચ તમે આ વાત પર વિશ્વાસ ન કરો કે એક વ્યક્તિએ બ્રેન્ડ ન્યૂ BMW કાર ખરીદી અને તેમાં પોતાના પિતાને દફનાયા છે....

આજના સમયમાં શુ કોઈ દિકરો આવુકરી શકે છે..? આ વ્યક્તિને જોવો 66 હજાર ડોલરની લગભગ 60 લાખ રૂપિયા ખર્ચ કરીને આ વ્યક્તિએ બ્રાન્ડ ન્યૂ BMW કાર ખરીદી અને પોતાના પિતાના પિતાને કરલો વાયદો પુરો કર્યો. જે વાયદો તેના પિતા જીવતા હતા ત્યારે કર્યો હતો. 

નાઈઝિરિયાના અજુબુઈક નામના વ્યક્તિએ પોતાના પિતાના માટે કાર ખરીદી હતી કેમ કે તેમાં સવારી કરી શકે પરંતુ આ પહેલાજ તેના પિતાનું મોત થઈ ગયું. આ ઘટના પર અજુબુઈક એટલા દુઃખી થયા ક તેમણે પોતાનો વાયદો પુરો કરવા માટે પોતાના પિતાને BMW કારમાંજ દફનાવાનો નિર્ણય કર્યો.

તસવીરમાં જોઈ શકાય છે કે બ્લેક સૂટ પહેરેલા ઘણા લાકો BMW કારને જમીનમાં દફનાવી રહ્યા છે. આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરો પર લોકોની પ્રતિક્રિયા દેખાઈ રહી છે. ઘણા યૂઝર્સોએ તેને પૈસાનો બગાડ પણ કહ્યો છે. 

અંતિમ સંસ્કાર સમાચારોમાં ત્યારે છવાયા જ્યારે અનુગુ નામના વ્યક્તિ પોતાની માં ને બ્રાન્ડ ન્યૂ હમરમાં દફનાવી હતી. 2015માં ચીનમાં એક વ્યક્તિનો અંતિમ સંસ્કાર તેની પસંદગીની કારમાં કરવામાં આવ્યો હતો.

એક તસવીર પર મજાકના અંદાજમાં એક યુઝર્સે તો એવુ પણ લખ્યુ હતુ કે મને નથી લાગતુ કે આ કબ્ર હવે પોતાની જગ્યા પર સહિસલામત રહેશે.
 Recent Story

Popular Story