બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:56 PM, 16 January 2025
દારુ સાથે યૌન વર્ધક દવાઓ જીવલેણ નીવડી શકે છે આ વાતની સાબિતી આપતી એક દર્દનાક ઘટના સામે આવી છે જેમાં સેક્સ માણવા માટે ગર્લફ્રેન્ડ બોલાવી અને ત્યાર બાદ દારુ સાથે યૌન વર્ધક દવાઓ લીધાના કલાકમાં જ યુવાનનું મોત થયું હતું. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એક યુવકની તબિયત અચાનક બગડવાના કારણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં તેનું મોત થયું હતું. યુવકે તેની ગર્લફ્રેન્ડને દિલ્હીથી ગ્વાલિયરની હોટલમાં મળવા બોલાવી હતી. પોલીસને હોટલના રૂમમાંથી સેક્સ પાવર વધારવા માટે દવાઓ અને દારૂની બોટલો મળી છે.
ADVERTISEMENT
દારુ-દવાઓ લઈને ગર્લફ્રેન્ડ સાથે સંબંધ
મંગળવારે રાત્રે દિવ્યાંશુએ તેની ગર્લફ્રેન્ડને દિલ્હીથી ફોન કરીને બોલાવી હતી જે પછી તેણે હોટલના રૂમમાં ખૂબ દારૂ પીધો અને સેક્સ પાવર વધારવાની દવાઓ લીધી હતી. ત્યાર બાદ બન્નેએ સંબંધ બાંધ્યો હતો અને તેના એક કલાક બાદ દિવ્યાંશુની તબિયત બગડી હતી, તેને બેચેની થવા લાગી હતી અને મહિલાએ સ્ટાફને બોલાવીને હોસ્પિટલ ભેગો કર્યો હતો પરંતુ ત્યાં પહોંચતાં સુધીમાં તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
નશો કર્યા બાદ સેક્સ પાવરના ઓવરડોઝના કારણે યુવકનું મોત
નશો કર્યા બાદ સેક્સ પાવરના ઓવરડોઝના કારણે યુવકનું મોત થયાની શક્યતા છે જોકે પોસ્ટ મોર્ટમ કરનાર ડોક્ટરોનું એવું કહેવું છે કે હાર્ટ બંધ પડી જતાં તેનું મોત થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.