મધ્યપ્રદેશના ઉજ્જેનમાં 12 વર્ષની કિશોરી પર રેપ કરનાર નરાધમ આખરે ઝપટે ચઢી ગયો છે. પોલીસે ભરત સોની નામના ઓટો ડ્રાઈવરને ઝડપ્યો છે.
એમપીના ઉજ્જેનમાં 12 વર્ષની કિશોરી પર રેપ કરનાર ઝડપાયો
ભરત સોની નામના ઓટો ડ્રાઈવરની ધરપકડ
પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા ઘાયલ થયો
મહાકાળની નગરી એવી ઉજ્જેનમાં 12 વર્ષની દિવ્યાંગ કિશોરી પર રેપ કરીને તેને અર્ધનગ્ન અવસ્થામાં રસ્તા પર રખડતી કરનાર હેવાન ઝડપાઈ ગયો છે. ઉજ્જેન પોલીસે આ રેપકાંડના એક જ અને મુખ્ય આરોપી ભરત સોની નામના ઓટો ડ્રાઈવરની ધરપકડ કરી છે.
ગુના રિકન્ટ્રક્શન દરમિયાન ભાગવા જતો ઘાયલ થયો આરોપી
ધરપકડ બાદ પોલીસ આરોપી ભરત સોનીને ગુનાના રિકન્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી પરંતુ આ દરમિયાન તેણે પોલીસને ધક્કો મારીને નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે ગોળીબાર કર્યો જેમાં તેને પગે ગોળી વાગતા ઘાયલ થઈને ઢળી પડ્યો. આ દરમિયાન બે પોલીસકર્મીઓને પણ ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
12 વર્ષની કિશોરી સાથે ઓટો ડ્રાઈવરે કર્યો હતો રેપ
મહાકાળ નગરી ઉજ્જેનમાં ગઈ કાલે 12 વર્ષની વિકલાંગ કિશોરી પર ઓટો ડ્રાઈવરે રેપ કર્યો હતો. લોહીથી લથબથ બળાત્કાર પીડિતા કલાકો સુધી કપડાં વગર ઉજ્જૈનની ગલીઓમાં ભટકતી રહી. લોહીથી લથપથ હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં મદદ માટે રડી રહી હતી, પરંતુ કોઈને દયા ન આવી. અઢી કલાકથી વધુ સમય સુધી ગલીઓમાં ભટકતી હતી. પીડિતા લોહીના ખાબોચિયામાં પડી હતી અને શરીરના નીચેના ભાગ પર કપડાં પણ નહોતા. તે લાંબા સમય સુધી મદદ માટે ભટકતી રહી. બાળકી વિકલાંગ હોવાથી તેને કોઈ મદદ પણ કરતું નહોતું અને તે અહીંથી તહીં ભટકતી રહી હતી અને બાદમાં મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુરલીપુરામાં બેભાન થઈ ગઈ હતી. આ પછી કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, તેના પર બળાત્કાર થયો છે. વધુ પડતું લોહી વહી જવાને કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસે હવે SITની રચના કરી હતી. બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. બાદમાં પોલીસે સીસીટીવી આધારે આરોપી સુધી પહોચી ભરત સોની ઉપરાંત અન્ય ત્રણ રીક્ષાચાલકની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ હતી.