બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
Last Updated: 06:39 PM, 19 September 2024
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાંથી હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ 32 વર્ષીય વેશ્યા દીપાની હથોડા વડે હત્યા કરી નાખી હતી ત્યાર બાદ તેના ટુકડા કરી નાખ્યાં હતા અને પછી બેગમાં ભરીને ફેંકી દીધાં હતા. દીપા ઘેર પાછી ન આવતાં તેના ભાઈએ ફોનના એક સેટિંગ દ્વારા તેને શોધી કાઢી હતી અને આખો મામલો બહાર આવ્યો હતો.
ADVERTISEMENT
લાવારિસ બેગમાં મળ્યાં વેશ્યાની લાશના ટુકડા
18 સપ્ટેમ્બરે ચેન્નાઈના થોરાઈપક્કમ નજીક એક લાવારિસ બેગમાં એક મહિલાની લાશ મળી આવી હતી. નજીકમાં મકાનો બાંધવાનું કામ કરતા મજૂરોએ ટ્રોલી અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બેગ ખોલી તો અંદર મહિલાની લાશ મળી જે ટુકડામાં કપાયેલી હતી. કોઈએ બેગમાં ભરવા માટે તેના ટુકડા કર્યાં હતા.
ADVERTISEMENT
દીપા મનાલીની સેક્સ વર્કર હતી
મૃતદેહની હાલત જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હત્યા બાદ મહિલાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા જેથી કરીને તેને બેગમાં ભરી શકાય. ચેન્નાઈ પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી અને ગુરુવારે આરોપીની ધરપકડ કરી. મૃતક મહિલાની ઓળખ 32 વર્ષીય દીપા તરીકે થઈ છે. તે મનાલીની હતી અને સેક્સ વર્કર હતી. તેના ભાઈએ પોલીસને પોતાની ઓળખ આપી.
ભાઈએ દીપાને કેવી રીતે શોધી?
દીપા એક દલાલની સલાહ પર થોરાઈપક્કમ ગઈ હતી. તે પરત ન આવતાં ભાઈએ ફોન કર્યો હતો, પરંતુ મોબાઈલ ફોન બંધ હતો. તેણે થોરાઈપક્કમનું છેલ્લું લોકેશન ટ્રેસ કરવા માટે "Find My Device" વિકલ્પનો ઉપયોગ કર્યો. તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની બહેનના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માંગતો હતો. પોલીસે તેણીને મનાલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવાની સલાહ આપી. પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ આરોપી વિશે માહિતી મેળવી હતી. 18 સપ્ટેમ્બરની સવારે, થોરાઈપક્કમ પોલીસને લીમાંથી દીપાની લાશ મળી. પોલીસે આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આનાથી શિવગંગાઈ જિલ્લાના મુખ્ય શકમંદ મણિકંદન વિશે માહિતી મળી હતી.
વધુ વાંચો : પત્ની આડાસંબંધો રાખતી હોય તો શું તેને મળી શકે બાળકની કસ્ટડી? HCનો મોટો ચુકાદો
વધુ પૈસા માગતા હત્યા કરી
આરોપી મણિકંદને પૂછપરછમાં એવું જણાવ્યું હતું કે દલાલના કહેવાથી તેણે દીપાને બોલાવી હતી અને તેની સાથે સંબંધ બાંધ્યો હતો પરંતુ તે વધારે પૈસા માગતી હતી આ વાતે તેમની વચ્ચે ઝગડો થયો અને તેણે હત્યા કરી નાખી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.