Team VTV05:48 PM, 17 Dec 19
| Updated: 09:23 PM, 17 Dec 19
સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પરંતુ જો થોડીક સાવધાની હટે તો તે મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. આવો જ મામલો બ્રિટનમાં સામે આવ્યો છે. એક માણસ પોતાની કારમાં ઘુસ્યો એન તરત જ સિગારેટ પીવાની ચાલુ કરી દીધી તુરાન્ત્ત બાદ તેની કારનાં વિન્ડ સ્ક્રીન તૂટી ગયાં.
સિગારેટ સળગાવ્યા બાદ કારમાં જોરદાર ધમાકો
ડ્રાઈવર બચીને બહાર આવી ગયો
કારમાં ધમાકો થયો અને કારની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ
તે વ્યક્તિનાં ભાગ્યએ સાથ આપ્યો અને તે ત્યાંથી બહાર નીકળી ગયો. માન્ચેસ્ટર ઇવનિંગની રીપોર્ટ અનુસાર ધમાકો એટલી જોરથી થયો કે આસપાસની ઈમારતમાં પણ તે અનુભવાયો. જણાવવામાં આવ્યું છે કે તે વ્યક્તિએ પોતાની કારમાં એરફ્રેશનર સ્પ્રે કર્યું હતું જે બાદ તરત જ સિગારેટ પીવાની ચાલુ કરી દીધી જેથી કારમાં ધમાકો થયો અને કારની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ.
ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોએ કહ્યું કે કે તેઓ રાહત અનુભવે છે કે મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ. ઘણાએ કહ્યું કે આ ઘટના મોટી પણ થઇ શકતી હતી પરંતુ સારું થયું કે ડ્રાઈવર ત્યાંથી નીકળી ગયો. એક ટ્વીટર યુઝરે લખ્યું કે ' હેલીફેક્સ ટાઉન સેન્ટરમાં એક કાર વિસ્ફોટ. એક મોટો ધમાકો થયો. રાહતની વાત છે કે ડ્રાઈવરને ઈજા ન પહોંચી'