બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mamu people are on the rise! Look what a scandal Gathia did by giving the identity of a doctor in Ahmedabad
Vishal Khamar
Last Updated: 04:45 PM, 25 March 2023
ADVERTISEMENT
સેટેલાઇટ વિસ્તારમાં સુધાકલશ એપાર્ટમેન્ટમાં રહેતા જિજ્ઞેશભાઈ મહેતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં જતીન ડોડિયા વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. જિજ્ઞેશભાઈ દાદા ટ્રાવેલ્સના નામે ટુ વ્હીલર અને કાર ભાડે આપવાનું કામ કરે છે. વર્ષ ૨૦૨૧માં જસ્ટ ડાયલ એપ્લિકેશન મારફતે નવરંગપુરામાં રહેતા જતીન ડોડિયાએ જિજ્ઞેશભાઈનો સંપર્ક કર્યો હતો. જતીને પોતાની ઓળખ ડોક્ટર તરીકેની આપી હતી અને પોતે નિકોલ ખાતે આવેલી હોસ્પિટલમાં ડાયરેક્ટર હોવાનું કહ્યું હતું. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોનાં પીકઅપ અને ડ્રોપ માટે કાર ભાડે લેવાની હોવાનું કહીને જતીન ડોડિયાએ એક કાર ૧૨ હજારના ભાડા પર લીધી હતી.
એડ્વાન્સ ભાડું આપીને કાર ભાડે લઇ જતા હતા
જિજ્ઞેશભાઈ પાસે જતીને મોંઘી કારની ડિમાન્ડ શરૂ કરી હતી. જિજ્ઞેશભાઈ પાસે મોંઘી કાર નહીં હોવાથી તેમણે તેમના ગ્રૂપ સર્કલમાંથી કાર લાવીને જતીનને આપી હતી. જતીન એડ્વાન્સ ભાડું આપીને કાર ભાડે લઇ જતા હતા. જતીન ડોડિયાએ જિજ્ઞેશભાઈ પાસેથી બે કાર તેમજ બે ટુ વ્હીલર ભાડે લીધાં હતાં. સમય જતાં જતીન ડોડિયાએ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. જેથી આજ દિન સુધી ચારેય વાહનોનું ૯.૨૮ લાખ રૂપિયા ભાડું ચઢી ગયું હતું. જિજ્ઞેશભાઈ છેલ્લા એક મહિનાથી ભાડા માટે જતીનને ફોન કરે છે આ સિવાય જતીને તમામ વાહનો પણ પચાવી પાડ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.