બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mamta banerjee send best variety mangoes to pm narendra modi 12 years old tradition

ગિફ્ટ / રાજકીય કડવાશ વચ્ચે મમતા બેનર્જીએ PM મોદીને આપી આ ખાસ ભેટ, 12 વર્ષથી નિભાવાઇ રહી છે પરંપરા

Arohi

Last Updated: 11:22 AM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mamta Banerjee Send Mangoes To PM Modi: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને PM મોદીની વચ્ચે વર્ષોથી કડવા-મધુર સંબંધ રહ્યા છે. 2019માં PM મોદીએ ખુલાસો કર્યો હતો કે દુર્ગા પૂજાના અવસર પર મમતા બેનર્જી તેમને કુર્તા-પાયજામા અને મિઠાઈ મોકલતા હતા.

  • મમતા બેનર્જીએ PM મોદીને આપી આ ખાસ ભેટ
  • 12 વર્ષથી નિભાવાઇ રહી છે પરંપરા
  • દુર્ગા પૂજા પર મમતા મોકલે છે કુર્તા-પાયજામા અને મિઠાઈ

રાજનૈતિક મતભેદો હોવા છતાં પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રાજ્યની ખાસ કેરી મોકલી છે. 12 વર્ષની આ પરંપરાનું પાલન કરતા આ વર્ષે પણ CM મમતા બેનર્જીએ સીઝનના ફળ PM ઓફિસને મોકલ્યા છે. મમતા બેનર્જીના નજીકના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કેરીને બુધવારે સાંજે ડિસ્પેજ કરવામાં આવી છે. 

રિપોર્ટ અનુસાર હિમસાગર, ફાજલી, લંગડા અને લક્ષ્મણ ભોગ સહિત ચાર કિલોગ્રામ વિવિધ પ્રકારની કેરીને પ્રધાનમંત્રી આવાસ 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હીના એડ્રેસ પર એક સજાવટ વાળા બોક્સમાં મોકલવામાં આવી છે. કેરીની આ પેટીઓ એક-બે દિવસમાં નવી દિલ્હી પહોંચી જશે. 

રાષ્ટ્રપતિ અને CJIને પણ મોકલી ભેટ 
સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદીના ઉપરાંત રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂ અને ભારતના પ્રધાન ન્યાયાધીસ ડી વાય ચંદ્રચૂડને પણ બંગાળની સૌથી સારી કેરી મોકલી છે. ગયા વર્ષે મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેરી મોકલી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને PM મોદીની વચ્ચે વર્ષોથી કડવા-મધુર સંબંધ રહ્યા છે. 2019માં PM મોદીએ ખુલાસો કર્યો હતો કે દુર્ગા પૂજાના અવસર પર મમતા બેનર્જી તેમને કુર્તા-પાયજામા અને મિઠાઈ મોકલતા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi mamta banerjee mangoes મમતા બેનર્જી Mamta Banerjee Send Mangoes To PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ