JEE Mains / મમતા બેનર્જીએ પૂછ્યું- હિન્દી અને અંગ્રેજી સિવાય માત્ર ગુજરાતીમાં જ કેમ JEEની પરીક્ષા?, મળ્યો આ જવાબ

Mamta banerjee jee main paper gujrati bengali

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) માં દાખલ થવા માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) ની હિન્દી અને અંગ્રેજી સિવાય માત્ર ગુજરાતીમાં જ કરાવવાના નિર્ણય પર બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યા હતા. એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ તમામ તથ્યોની સાથે મમતા બેનર્જીના સવાલોનો જવાબ આપ્યો છે. એનટીએએ પોતાની પ્રેસનોટમાં કહ્યું છે કે ગુજરાતે અમને વિનંતી કરી હતી એટલા માટે ગુજરાતીમાં પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા છે. બાકીના રાજ્યોએ આ સંબંધીત અમારો કોઇ સંપર્ક નથી કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ