તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીના ગઢ કહેવાતા પશ્ચિમ બંગાળમાં ભાજપે ગાબડું પાડ્યું છે. ભાજપ સતત 2014થી મમતા બેનરજીને તેમના ગઢમાં હરાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે આ લોકસભા 2019માં ભાજપને સારી સફળતા મળી છે અને 18 બેઠકો પર વિજય મેળવ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીના ગઢ કહેવાતા પશ્ચિમ બંગાળમાં ભાજપે ગાબડું પાડ્યું છે. વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 28 વિધાનસભા ક્ષેત્રોમાં જ લીડ મળી હતી, જ્યારે આ વખતે 128 ક્ષેત્રમાં કમળ ખીલ્યા છે. બીજી બાજુ વર્ષ 2014માં 214 ક્ષેત્રોમાં લીડ હાંસલ કરનારી હવે માત્ર 158 ક્ષેત્રોમાં જ સમેટાઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે અને રાજ્યમાં 6 વર્ષ 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. વર્ષ 2016માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં TMCએ 211, લેફ્ટ 33, કોંગ્રેસ 44 અને ભાજપને માત્ર 3 જ બેઠકો મળી હતી. વોટ શેરમાં પણ ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. TMCએ જ્યાં 43.3 ટકા વોટ શેર હાંસલ કર્યા છે તો ભાજપે 40.3 ટકા. ભાજપે કુલ 2 કરોડ 30 લાખ 28 હજાર મત મેળવ્યા જ્યારે TMCને 2,કરોડ 47 લાખ ટકા મત મળ્યાં. આમ વોટ શેરમાં પણ ભાજપ ટીએમસીની સાથે પહોંચી હતી.
માત્ર 5 જ વર્ષમાં મમતા મય પશ્ચિમ બંગાળ ખુબ જ ઝડપથી ભગવા રંગે રંગાઈ રહ્યું છે. રાજ્યના ચૂંટણી પરિણામો પર નજર કરવામાં આવે તો, ભાજપે પોતાનું શાનદાર પ્રદર્શનથી ન માત્ર ટીએમસી પરંતુ કોંગ્રેસ અને વામપંથી દળોના પણ સુપડા સાફ કર્યા છે. ગત ચૂંટણીમાં 28 ક્ષેત્રોમાં લીડ હાંસલ કરનારી કોંગ્રેસ આ વખતે ચૂંટણીમાં માત્ર 8 પર આવી ગઈ. આ વખતે લોકસભાની ચૂંટણીમાં વામદળોનું ખાતુ પણ ખુલ્યું નથી. જેને લઈને આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં સત્તાપરિવર્તન થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.