Mamata Banerjee's claim 'false', PM Modi 'did not permit' her to leave meeting on cyclone Yaas: Govt sources
વિવાદ વકર્યો /
પ્રધાનમંત્રી મોદીએ મમતાને મીટિંગ છોડીને જવાની પરમિશન આપી નહોતી, મમતાના આરોપ પર કેન્દ્રનો જવાબ
Team VTV05:04 PM, 01 Jun 21
| Updated: 05:09 PM, 01 Jun 21
યાસ વાવાઝોડા પરની બેઠકમાં પોતે પ્રધાનમંત્રી મોદીને પરમિશન લઈને જતા રહ્યાં હતા તેવા સીએમ મમતા બેનરજીના દાવાને કેન્દ્ર સરકારે ખોટો ગણાવ્યો છે.
યાસ વાવાઝોડા પરની બેઠકમાં મમતાની ગેરહાજરી રાજકીય વિવાદનું કારણ બની
મમતાના તમામ આરોપનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો
મમતાએ કહ્યું હતું, પ્રધાનમંત્રીની પરમિશન લઈને ગઈ હતી
કેન્દ્રેએ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ પરમિશન આપી નહોતી
કેન્દ્ર સરકાર અને ટીએમસી વચ્ચે રાજકીય વિવાદનું કેન્દ્ર બનેલી યાસ વાવાઝોડા પરની બેઠકના મુદ્દે હવે કેન્દ્ર સરકારે મમતાના તમામ આરોપનો જવાબ આપ્યો છે. યાસ વાવાઝોડા પર પ્રધાનમંત્રી મોદીએ બોલાવેલી બેઠકમાં ગેરહાજર રહેવાના મમતા બેનરજીના નિર્ણયથી મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. સરકારી સૂત્રોએ એવો ખુલાસો કર્યો કે પ્રધાનમંત્રી મોદીએ મમતા બેનરજીને બેઠક છોડીને જવાની પરમિશન આપી નહોતી. પ્રધાનમંત્રી રાહ જોવડાવી તેવું મમતા બેનરજીનું સ્ટેટમેન્ટ સંપૂર્ણપણે ખોટું છે.
પશ્ચિમ બંગાળના એલઓપીને કારણે મમતાએ પીએમની સમીક્ષા બેઠકનો બહિષ્કાર કરવાનું પસંદ કર્યું
સરકારી સૂત્રોએ ઉમેર્યું કે પશ્ચિમ બંગાળના એલઓપીને કારણે મમતાએ પીએમની સમીક્ષા બેઠકનો બહિષ્કાર કરવાનું પસંદ કર્યું હતું. આને કારણે કેન્દ્ર સરકારે કોઈ વિવાદ ઊભો કર્યો નથી. મમતા બેનરજીને એવું સૂચન કરાયું હતું કે સમીક્ષા બેઠક બાદ પ્રધાનમંત્રી મમતાને મળશે અને આને કારણે જ પ્રધાનમંત્રી બંગાળની મુલાકાતે આવ્યાં હતા.
કેન્દ્ર સરકારે મમતાના આરોપનો જવાબ આપતા જણાવ્યું કે મમતા બેનરજીએ બેઠકમાં સામેલ થવાની વાત કરી હતી પરંતુ વિપક્ષી નેતાના સામેલ થવાને કારણે મમતા ફરી ગયા. તેનાથી સાબિત થાય છે કે પહેલેથી નક્કી કાર્યક્રમ કોઈ મુખ્ય કારણ નથી. ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ કહ્યું હતું કે હું ચીફ સેક્રેટરી સાથે બેઠકમાં આવી હતી. પ્રધાનમંત્રીને રિપોર્ટ આપ્યો અને તેમની જ પરમિશન લઈને જતી રહી હતી. મમતાના આ નિવેદન પર કેન્દ્ર સરકારે જાવ્યું કે પ્રધાનમંત્રીએ મમતા બેનરજીને બેઠક છોડી જવાની પરમિશન આપી ન હોતી.
કેન્દ્ર સરકારે મમતાના આરોપનો જવાબ આપતા જણાવ્યું કે મમતા બેનરજીએ બેઠકમાં સામેલ થવાની વાત કરી હતી પરંતુ વિપક્ષી નેતાના સામેલ થવાને કારણે મમતા ફરી ગયા. તેનાથી સાબિત થાય છે કે પહેલેથી નક્કી કાર્યક્રમ કોઈ મુખ્ય કારણ નથી.ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ કહ્યું હતું કે હું ચીફ સેક્રેટરી સાથે બેઠકમાં આવી હતી. પ્રધાનમંત્રીને રિપોર્ટ આપ્યો અને તેમની જ પરમિશન લઈને જતી રહી હતી. મમતાના આ નિવેદન પર કેન્દ્ર સરકારે જાવ્યું કે પ્રધાનમંત્રીએ મમતા બેનરજીને બેઠક છોડી જવાની પરમિશન આપી ન હોતી.