Mamata Banerjee's 3 Tmc Mla Including Mukul Roy Son Shubhransh And Many Councilors To Join Bjp
રાજકીય ભૂકંપ /
પશ્ચિમ બંગાળના TMCના 3 ધારાસભ્યો સહિત અનેક કાર્યકરોએ કર્યા કેસરીયા
Team VTV04:56 PM, 28 May 19
| Updated: 04:57 PM, 28 May 19
પ.બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે થયેલ તણાવ અને હિંસા વચ્ચે યોજાયેલ લોકસભા ચૂંટણી બાદ મમતાના ગઢમાં ફરીએકવાર મોટું ગાબડું પડ્યું હતું. TMCના 3 ધારાસભ્યો અને 29 કાઉન્સિલર ભાજપમાં જોડાયા હતા.
BJP leader Mukul Roy and his son & suspended TMC legislator Subhrangshu Roy at BJP headquarters in Delhi. pic.twitter.com/gmGkEhjRlO
ઉલ્લેખનીય છે કે, ટીએમસીના 3 ધારાસભ્યો અને કેટલાક કાઉન્સિલરોએ આજરોજ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેમાં TMC ના દિગ્ગજ નેતા મુકુલ રોયના દિકરી સુભ્રાંશુ રોય પણ જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
Two TMC MLAs and one CPM MLA from West Bengal join BJP at party headquarters in Delhi. More than 50 Councillors also join BJP pic.twitter.com/9cJ0gTn9FC
મુકુલ રોયના દિકરા સુભ્રાંશુ રોય પોતાના પિતાની સાથે જ ભાજપના હેડ ક્વાટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેસરીયા કર્યા હતા અને ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. આ ઘટનાને પગલે TMC દ્વારા તેમને કાઢી મુકવામાં આવ્યા છે.આ સિવાય TMCના એક અન્ય ધારાસભ્ય અને CPMના એક ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા હતા.
Ruby Chatterjee, TMC councillor from Garifa (West Bengal), ward no 6 says, "20 councillors are here in Delhi. We are not upset with Mamata ji but the recent victory of BJP in Bengal has influenced us to join the party. People are liking BJP as they are working for them." pic.twitter.com/qpYCCmS4HF
પશ્ચિમ બંગાળના પ્રભારી અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ મામલે કહ્યું કે, 50-60 કાઉન્સિલર ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલ આ સભ્યોએ જણાવ્યું હતું કે, અમે મમતા દીદીથી નારાજ નથી પરંતુ તાજેતરમાં થયેલ ભાજપના વિજયથી પ્રભાવિત થઈને અમે પાર્ટીમાં જોડાઇ રહ્યા છીએ.