હવે પ.બંગાળમાં પણ નહીં ઘુસી શકે CBI, મમતાથી લેવી પડશે મંજૂરી

By : hiren joshi 12:08 AM, 17 November 2018 | Updated : 12:08 AM, 17 November 2018
કોલકાતાઃ આંધ્ર પ્રદેશ બાદ હવે પ.બંગાળમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સી(CBI)ને ઘુસવા નહીં દેવામાં આવે. પ.બંગાળની મમતા બેનર્જી સરકારે સીબીઆઇને પ્રદેશમાં રેડ પાડવા માટે અથવા તપાસ કરવા માટે આપવામાં આવેલી સામાન્ય મંજૂરી શુક્રવારે પરત લઇ લીધી છે. રાજ્ય સચિવાલયના મુખ્ય અધિકારીએ આની જાણકારી આપી.

પ.બંગાળ સરકારના નિર્ણય પહેલા આંધ્ર પ્રદેશ સરકારે પણ આ નિર્ણય ઉઠાવ્યો. આંધ્ર પ્રદેશ સરકારની જાહેરાત બાદ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે ત્યાંના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂનું સમર્થન કર્યું હતું.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચંદ્રબાબૂએ યોગ્ય કર્યું. ભાજપ પોતાના રાજકીય હિતો અને બદલો લેવા માટે સીબીઆઇ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

પ.બંગાળમાં વર્ષ 1989માં તત્કાલીન વામ મોર્ચા સરકારે સીબીઆઇને રેડ કરવા અને તપાસ કરવાની સામાન્ય મંજૂરી આપી હતી. 
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story