Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / પ્રચાર પર રોક મુદ્દે 'દીદી' ભડક્યાં: ચેતવણી આપતાં કહ્યું બંગાળને ત્રિપુરા ન સમજો

પ્રચાર પર રોક મુદ્દે 'દીદી' ભડક્યાં: ચેતવણી આપતાં કહ્યું બંગાળને ત્રિપુરા ન સમજો

પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ના ઈશારા પર ચૂંટણી પંચે સમયથી પહેલાં રેલી અને સભાઓ પર રોક લગાવી દીધી છે. મમતા બેનર્જીએ અમિત શાહ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે અમિત શાહ કરે અને સજા અમને મળે. તેમણે કહ્યું કે અમિત શાહે બંગાળીઓનું અપમાન કર્યુ છે. તેમણે કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો ચે અને આ નિર્ણય ગેરબંધારણીય છે. 

મમતા બેનર્જીએ કહ્યું કે આ તમામ ચાલ મુકુલ રૉય રચી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય સુરક્ષાબળોને કારણે હિંસા થઈ છે. દોષિતોની વિરુદ્ધમાં ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી નથી કરી. મમતાએ આ સાથે ચેતવણી આપી કે બંગાળને યુપી, બિહાર કે ત્રિપુરા ન સમજતા. રાજ્ય સરકારની સુરક્ષા હોત તો હિંસા ન થાત. 

 

મમતા બેનર્જીએ કહ્યું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી મારાથી ડરી ગયાં છે. મોદી બંગાળની જનતાથી ડરે છે. અમિત શાહને ચૂંટણી પંચે નોટિસ કેમ ન આપી? ભાજપ બંગાળને પોતાના ઈશારા પર નહીં ચલાવી શકે. 

મહત્વનું છે કે આજે મોડી સાંજે લોકસભા ચૂંટણી 2019 માટે 19 મે પશ્ચિમ બંગાળની 9 સીટો માટે મતદાન યોજાય એ પહેલા રાજકીય ઘમાસાણ સર્જાયું. બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા થયા બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આવતી કાલે રાત્રે 10 વાગ્યા બાદથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદી દીધો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પ્રિન્સિપલ સેક્રેટરી અને પશ્ચિમ બંગાળના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જેથી પ.બંગાળમાં 17મીએ આચારસંહિતા લાગુ પડવાની હતી તેના બદલે એક દિવસ પહેલાં જ લાગુ પડી જશે. 

ઉલ્લેખનીય છે કે મગંળવારે કોલકત્તામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના મેગા રોડ શોમાં હિંસા ફાટી નીકળી હતી. રોડ શોમાં ટીએમસીઅને બીજેપી સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જે બાદથી મમતા બેનર્જી અને અમિત શાહ સામ સામે આવી ગયા છે. બંને પાર્ટી તરફથી રાજકીય નિવેદન બાજી થઇ રહી છે. સૂત્રોનું માનીએ તો, અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા મામલે ભાજપના વરિષ્ઠ નેતા ઉપરાષ્ટ્રપતિને મળ્યા. 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાના મામલે હવે રાજકીય સંગ્રામ છેડાયો છે. હિંસાને લઇને ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.

મમતા બેનરજીએ ભાજપને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તમારા લોકોનું નસીબ સારું છે કે હું અહીં શાંત બેઠી છું, અન્યથા હું એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપના કાર્યાલય અને તમારાં ઘરો પર કબજો કરી શકું છું. 
 

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ