બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:13 PM, 9 June 2026
પશ્ચિમ બંગાળમાં TMC ની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ અને બળવો હવે પોલીસ અને કાનૂની તપાસના દાયરામાં આવી ગયો છે. મંગળવારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ત્યારે ભારે સનસનાટી મચી ગઈ જ્યારે CID ની એક મોટી ટીમ કોલકાતાના કાલીઘાટ સ્થિત મમતા બેનર્જીના અંગત નિવાસસ્થાને અને પક્ષની કચેરીએ પહોંચી ગઈ. આ ઘટના એવા સમયે બની જ્યારે TMC પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે અને તેઓ કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
ADVERTISEMENT
CID team arrives at Mamata Banerjee's residence in Kolkata
— ANI Digital (@ani_digital) June 9, 2026
Read @ANI Story | https://t.co/QHMMdMJNYa#CID #MamataBanerjee #Kolkata pic.twitter.com/eId1sTkhZ2
મળતી સત્તાવાર વિગતો મુજબ, CID ના ઉચ્ચ અધિકારીઓ કાલીઘાટ પોલીસ સ્ટેશનની એક ટીમ અને મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને બપોરના સમયે તૃણમૂલ કૉંગ્રેસના 30B હરીશ ચેટર્જી માર્ગ સ્થિત કેન્દ્રીય કાર્યાલય પર ધસી આવ્યા હતા. તપાસ ટીમનો હેતુ પક્ષના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીને નોટિસ આપવાનો અને પરિસરની તલાશી લેવાનો હતો.
ADVERTISEMENT
#WATCH | A team of CID arrives at the residence of Former Chief Minister of West Bengal, Mamata Banerjee, in Kolkata pic.twitter.com/EWXxEWEcfT
— ANI (@ANI) June 9, 2026
ત્યાં હાજર CID ના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, અગાઉ આ કેસના સંદર્ભમાં અભિષેક બેનર્જીને સવાલો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં અભિષેકે લેખિતમાં જણાવ્યું હતું કે વિવાદિત પત્ર પર ધારાસભ્યોની સહીઓ પક્ષના આ જ કેન્દ્રીય કાર્યાલય (30B હરીશ ચેટર્જી માર્ગ) માં લેવામાં આવી હતી. આ સત્તાવાર નિવેદનના આધારે જ તપાસ ટીમ પુરાવા એકત્ર કરવા માટે કચેરીની અંદર જવા માંગતી હતી. જો કે, ત્યાં હાજર પક્ષના મેનેજમેન્ટ અને નેતાઓ સાથે CID ની ટીમની તીખી દલીલો અને ટૂંકી કરાજ થઈ હતી અને તેમને અંદર જવા દેવાયા નહોતા.
ADVERTISEMENT
તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ સાંસદ સુભાષીષ ચક્રવર્તીએ પત્રકારો સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું કે પક્ષે અભિષેક બેનર્જીની ગેરહાજરીમાં કરવામાં આવી રહેલી આ તપાસનો સખત વિરોધ કર્યો છે. તેમણે કહ્યું, "અમે અભિષેકની ગેરહાજરીમાં CID ને કાર્યાલય કે ઘરના પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી શકીએ નહીં. જ્યારે અભિષેક બેનર્જી જાતે અહીં હાજર હશે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા મુજબ ભલે ગમે ત્યારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવે."
ADVERTISEMENT
Mamata Banerjee meets Sonia Gandhi amid TMC troubles
— ANI Digital (@ani_digital) June 9, 2026
Read @ANI Story | https://t.co/pS8YnzO0fy#MamataBanerjee #SoniaGandhi #TMC #Indiabloc pic.twitter.com/uJU2MknqPT
ADVERTISEMENT
આ આખો હાઈ-પ્રોફાઈલ વિવાદ 19 મે ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા સચિવાલયમાં જમા કરાવવામાં આવેલા એક વિવાદાસ્પદ પત્ર સાથે જોડાયેલો છે. આ પત્રમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે વરિષ્ઠ નેતા શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. પક્ષ દ્વારા દાવો કરાયો હતો કે આ પત્ર પર તૃણમૂલના આશરે 70 ધારાસભ્યોની સહીઓ મોજૂદ છે. જો કે, પક્ષના જ બાગી ધારાસભ્યો રિતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ વિધાનસભા સ્પીકરને લેખિત ફરિયાદ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પત્રમાં તેમના નામની સામે કરવામાં આવેલી સહીઓ તદ્દન નકલી અને જાલી (Forged) છે. આ ગંભીર ફરિયાદના આધારે કલકત્તામાં સત્તાવાર FIR નોંધવામાં આવી અને કેસની તપાસ CID ને સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાની ખુરશીને લઈને તૃણમૂલ કૉંગ્રેસ અત્યારે ઇતિહાસના સૌથી મોટા આંતરિક યુદ્ધનો સામનો કરી રહી છે. પક્ષના કુલ 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ મમતા બેનર્જી અને હાઈકમાન્ડના સત્તાવાર ઉમેદવાર શોભનદેબ ચટ્ટોપાધ્યાયના નામને સ્પષ્ટપણે ફગાવી દીધું હતું. આ 58 બાગી ધારાસભ્યોએ પક્ષમાંથી હાંકી કઢાયેલા નેતા રિતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા હતા.
આ પણ વાંચોઃ ધરતીકંપથી ધ્રુજ્યો અમરેલીનો મિતિયાળા પંથક, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ગયા અઠવાડિયે આ બાગી જૂથે વિધાયક દળ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું અને વિધાનસભા અધ્યક્ષે પણ કાયદાકીય રીતે રિતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે સત્તાવાર માન્યતા આપી દીધી છે. વર્ષ 1998 માં મમતા બેનર્જી દ્વારા તૃણમૂલ કૉંગ્રેસની સ્થાપના કરવામાં આવી ત્યાર પછીના ઇતિહાસમાં પક્ષની અંદર આ પ્રકારનું સૌથી પહેલું અને મોટું ભંગાણ સર્જાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.