પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી ભાજપ પર વાકપ્રહાર કર્યા છે. મમતાએ ચેતવણી આપતા કહ્યું કે, તમારા લોકોના નસીબ સારા છે કે હું અહીં શાંતિથી બેઠી છું, નહીં તો હું એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપ ઓફિસ અને તમારા ઘરો પર કબજો કરી શકું છું. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, ભાજપ અસંસ્કારી છે, તેથી તેઓ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેઓ બહારનાં લોકો છે.
શું શાહ કોલકાતા વિશ્વવિદ્યાલયની વિરાસત અંગે કંઈ જાણે છે? શું તેઓ જાણે છે કે કઈ મહાન હસ્તિઓએ અહીં અભ્યાસ કર્યો? આ પ્રકારના હુમલાઓ માટે તેમને શરમ આવવી જોઈએ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, કોલકાતામાં શાહ અને પ્રધાનમંત્રી મોદીના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે.
ભાજપ અહીં ઘણા જ રૂપિયા ખર્ચી રહ્યું છે. ચૂંટણી પંચે તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? આ વચ્ચે બંગાળમાં ભડકેલી હિંસાને લઈને તૃણુમૂલ નેતાઓનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યા છે અને ભાજપ સામે કાર્યવાહીની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છે કે મમતાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતાં રોકવા જોઈએ. ભાજપનો આરોપ છે કે, રાજ્યમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. શાહના રોડ શોમાં હિંસા પછી નિર્મલા સીતારમન અને મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યા હતા.
ભાજપે પંચને બંગાળના મામલા તાત્કાલિક દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે, કે જેથી ત્યાં નિષ્પણ ચૂંટણી થઈ શકે. મમતાએ આ મામલે એક રેલીમાં કહ્યું કે, મોદથી સાવધાન રહો. તેઓ હિટલરથી પણ ખતરનાક છે.
જો તેઓ બીજી વખત સત્તામાં આવી ગયા તો દેશને વહેંચી નાંખશે. ભાજપ બંગાળના મતદારને આકર્ષવા માટે અહીં હવાલાથી પૈસા લાવી રહ્યાં છે. તેઓએ રાજ્યની મશીનરીને હાઈજેક કરી લીધી છે.મમતાએ ભાજપને હિસા માટે જવાબદાર ઠેરવ્યા છે. ત્યારે અમિત શાહે ટીએમસીને જવાબદાર ગણાવી છે.