mamata banerjee attacks rahul gandhi says how will it work if someone lives in foreign country
ખેલા હોબે /
કશું કરે નહીં ને વિદેશોમાં જ રહે તો કઈ રીતે ચાલે?: રાહુલ ગાંધી સામે ખૂલીને બોલ્યા મમતા બેનર્જી
Team VTV03:53 PM, 01 Dec 21
| Updated: 03:57 PM, 01 Dec 21
જ્યારે મમતા બેનર્જીને પૂછવામાં આવ્યું કે શું તેઓ કેન્દ્ર સરકાર સામે વિરોધનો ચહેરો બનશે તો તેમણે કહ્યું કે તેઓ એક નાની કાર્યકર છે અને કાર્યકર જ રહેવા માંગે છે.
રાહુલ ગાંધી પર મમતા બેનર્જીની ટિપ્પણી
મમતા બેનર્જી હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે
મંગળવારે આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મીટિંગ કરી હતી
મમતા બેનર્જીએ ગાંધી પરિવાર સામે આકરા પ્રહાર કર્યા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને હાલમાં ખુદ મોટા નેતા બનવા માટે પ્રયાસ કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે ખૂલીને ગાંધી પરિવાર સામે બોલવાની શરૂઆત કરી છે. મમતા બેનર્જીએ રાહુલ ગાંધીના ગુપચુપ વિદેશ પ્રવાસો પર સવાલ ઉઠાવ્યા છે.
મમતા બેનર્જી હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે
મમતા બેનર્જી હાલમાં મહારાષ્ટ્રના પ્રવાસ પર છે અને મોટા નેતાઓ સાથે મુલાકાતો કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષીની પાર્ટીઓની એક્તામાં રાહુલ ગાંધીનો શું રોલ હશે તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે મમતા બેનર્જીએ કટાક્ષ કરતાં કહ્યું કે જૉ કોઈ કશું કરે નહીં અને વિદેશોમાં રહે તો કઈ રીતે ચાલશે?
મમતા બેનર્જી PM મોદી સામે મોટા નેતાના રૂપમાં ઉભરવા માટે પ્રયાસ કરી રહ્યા
નોંધનીય છે કે હાલના દિવસોમાં જોવા મળ્યું છે કે મમતા બેનર્જી પ્રધાનમંત્રી મોદી સામે એક મોટા નેતાના રૂપમાં ઉભરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જી બંગાળની બહાર પોતાની પાર્ટીને 2024 માટે અત્યારથી તૈયાર કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો શું મમતા બેનર્જી હવે તમામ વિરોધી પાર્ટીઓની નેતા બનશે કે શું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું તો નાની વર્કર છું, અને વર્કર જ બનવા માગું છું. જે વ્યક્તિને પોતાના પર ભરોસો હોય તો બધુ જ કરી શકે છે.
મંગળવારે શિવસેનાનાં નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મીટિંગ કરી હતી
નોંધનીય છે કે મમતા બેનર્જીએ મંગળવારે શિવસેનાનાં નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉત સાથે મીટિંગ કરી હતી. દિવસમાં મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. શરદ પવાર સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે.