લોકડાઉન / મોદી સરકાર નિર્ણય લે તે પહેલાં જ મમતા બેનર્જીએ બંગાળમાં કરી દીધી આ જાહેરાતો

Mamata Banerjee announces relaxations from june 1

દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. ભારમાં લોકડાઉન ઘણા તબક્કાઓનું રહ્યું છે. લોકડાઉનના પહેલા અને બીજા તબક્કામાં ઘણો કડક અમલ કરાયો, પરંતુ ત્યારબાદના તબક્કાઓમાં ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી. હવે લોકડાઉન-4 પોતાના અંતિમ ચરણમાં છે. 31 મેના રોજ લોકડાઉન-4 પુરુ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત મંથન કરવામાં આવી રહ્યું છે કે લોકડાઉનને દેશમાં આગળ વધારવામાં આવે કે નહીં. પરંતુ કેન્દ્ર સરકાર કોઇ નિર્ણય લે તે પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને લગભગ સંપૂર્ણ રીતે કાર્યરત કરવાની જાહેરાત કરી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ