ચિંતાજનક / કોરોના બાદ ચીનમાંથી ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક તાવ, જાણો આ નવી બિમારી અને તેના લક્ષણ વિશે

malta fever or brucellosis spreading rapidly in china after coronavirus malta fever symptoms in gujarati

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે વધુ એક નવી બિમારી આવવાના અણસાર આવી રહ્યા છે. આ નવી બિમારીને બ્રુસેલોસિસ, માલ્ટા અથવા મેડિટરેનિયન તાવ કહેવામાં આવે છે. આ બિમારીથી અત્યાર સુધીમાં 3 હજારથી વધારે લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ બિમારીથી અત્યાર સુધીમાં 3 હજાર લોકોથી વધારે લોકો ચેપગ્રસ્ત જોવા મળ્યા છે. મનાઈ રહ્યું છે કે આ બિમારી વેક્સીન બનાવનારી સરકારી બાયોફાર્માસૂટિકલ પ્લાન્ટમાંથી લીક થયા બાદ ફેલાઈ છે. ગ્રાંસુ પ્રાંતની રાજધાની લાન્ચોના સ્વાસ્થ્ય આયોગે જણાવ્યુ કે તે લગભગ 30 લાખ લોકોની વસ્તી ધરાવતા લાંઝુમાં 3245 લોકોમાં બ્રુસેલોસિસ બિમારીના લક્ષણ જોવા મળ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ