બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / '12 જ્યોતિર્લિંગોમાં હું પણ એક લિંગ', કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ વિવાદ સર્જ્યો, પોતાનો મહિમા ગાયો
Last Updated: 10:14 PM, 2 December 2024
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. ખરગેએ પોતાના નામનો મહિમા ગાયો છે અને પોતાની જાતને ભગવાન શિવના જ્યોતિર્લિંગ સાથે કરી છે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ખરગેએ પોતાની તુલના ભગવાન શિવના જ્યોતિર્લિંગ સાથે કરી હતી. પોતાના નામનો અર્થ સમજાવતા ખડગેએ કહ્યું કે મારું નામ પણ મલ્લિકાર્જુન છે, હું પણ એક પવિત્ર જ્યોતિર્લિંગ છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની આ 17 સેકન્ડની ક્લિપ વાયરલ થયા બાદ દિલ્હીમાં રાજકીય પારો ગરમ થયો હતો.
ADVERTISEMENT
BIG BREAKING 🚨
— Ankit Mayank (@mr_mayank) December 1, 2024
Over 1.5 lakh people joined the massive ‘Boycott EVM’ rally at Ramleela Maidan in Delhi
Mallikarjun Kharge also joined ⚡
Anti-EVM sentiments slowly turning into a silent revolution 🔥 pic.twitter.com/eHMnjJiw7z
હું 12 લિંગમાંથી એક છું
ADVERTISEMENT
દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત એક સભામાં બોલતા ખડગેએ કહ્યું, "હું હિંદુ છું, મારું નામ મલ્લિકાર્જુન છે, હું 12 જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર જ્યોતિર્લિંગ પણ છું. મારા પિતાએ મારું નામ આ પ્રમાણે રાખ્યું છે. લિંગ 12માંથી એક છે. લિંગસ એટલે કે મલ્લિકાર્જુન, મારા પિતાએ આ નામ રાખ્યું છે.” ત્યાં હાજર કાર્યકરોએ તાળીઓ પાડીને કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનનું સ્વાગત કર્યું હતું. પરંતુ આ ભાષણની ક્લિપ વાયરલ થતાં જ ભાજપે તેને હિંદુ ધર્મની આસ્થા સાથે છેડછાડ ગણાવીને તેના પર પ્રહારો કર્યા હતા.
વધુ વાંચો : આજથી બોટલ પાણી બંધ ! કેન્દ્ર સરકારે મુક્યું અતિ જોખમી કેટેગરીમાં, આપી વોર્નિંગ
ભાજપે આકરુ નિશાન સાધ્યું
ભાજપે આ મુદ્દે ખરગે પર આકરુ નિશાન સાધ્યું હતું. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આ ઘટના પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે હિન્દુઓની આસ્થાનું અપમાન કરવું એ કોંગ્રેસ પાર્ટીની જૂની ઓળખ છે. ભગવાન શિવ પહેલા કોંગ્રેસ પાર્ટી શ્રી રામનું અપમાન કરતી હતી. કોંગ્રેસીઓ ભગવાન રામના અસ્તિત્વ પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ હદ વટાવી દીધી. તેમણે પોતાની સરખામણી મહાદેવ સાથે કરી છે. આ ભગવાન શિવનું અપમાન છે. ભાજપના પ્રવક્તાએ સવાલ પૂછતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે પોતાની તુલના ભગવાન શિવ સાથે કરી છે, પરંતુ શું તેઓ આવી ટિપ્પણી અથવા અન્ય કોઈ ધર્મની તુલના કરી શકે છે. માત્ર વોટબેંક ખાતર કોંગ્રેસનું સ્તર એટલું નીચે ઉતરી ગયું છે કે તેઓ માત્ર હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવાના પ્રયાસો કરતા રહે છે. પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે આ માટે તાત્કાલિક માફી માંગવી જોઈએ. જો તમારું નામ શિવ છે તો તેનો અર્થ એ નથી કે તમે ભગવાન બની ગયા છો. 12 જ્યોતિર્લિંગ હિંદુઓ માટે પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે. કરોડો લોકો જ્યોતિર્લિંગમાં આસ્થા ધરાવે છે. આ હિન્દુ સમાજનું મોટું અપમાન છે. તેણે આ માટે જાહેરમાં માફી માંગવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.