સ્પોર્ટ્સ / MIને મોટો ઝટકોઃ મલિંગા IPLમાંથી બહાર, જેમ્સ પેટિન્સન ટીમમાં સામેલ

malinga is out of IPL

આઇપીએલ-૨૦૨૦માંથી ખેલાડીઓના બહાર થવાનો સિલસિલો ચાલુ જ છે. ચેન્નઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાના આઇપીએલમાંથી બહાર થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સનાે દિગ્ગજ બોલર લસિથ મલિંગા પણ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મલિંગાએ અંગત કારણોસર આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મલિંગાએ મુંબઈ ઇન્ડિયન્સને જણાવ્યું કે તે અંગત કારણસર પરિવાર સાથે શ્રીલંકામાં જ રહેવા ઇચ્છે છે. ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે આ અંગે જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ