બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:01 AM, 7 October 2024
Mohamed Muizzu on India's security : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ હાલ ભારતની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમનું કહેવું છે કે તેઓ ભારતની સુરક્ષાને ક્યારેય નુકસાન થવા દેશે નહીં. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન મુઇજ્જુએ ચીન વિશે પૂછવામાં આવેલા એક સવાલ પર આ પ્રતિક્રિયા આપી હતી. ખાસ વાત એ છે કે મુઇજ્જુ રવિવારે ભારત પહોંચ્યો હતા. આજે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની છે.
ADVERTISEMENT
ભારત-માલદીવ વચ્ચે તણાવ આવ્યો હતો
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે ચીન તરફી ગણાતા મુઈજ્જુ સત્તા પર આવ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને તેમના મંત્રીઓની વિવાદાસ્પદ ટિપ્પણીઓ સહિત ઘણી બાબતો સામેલ છે. જો કે ચીન સાથે નજીકના સંબંધો રાખતા મુઇજ્જુને હવે ભારતની તાકાતનો અહેસાસ થઇ ચૂક્યો છે, ખાસ કરીને તો આ અહેસાસ ત્યારે થયો જ્યારે ભારતીય પ્રવાસીઓએ માલદીવ તરફથી મોં ફેરી લીધું અને ટાપુ રાષ્ટ્રની આર્થિક સ્થિતિ બગડવા લાગી.
વધુ વાંચો : માતાના ભજન કરતાં કરતાં 3ના મોત! સ્ટેજ પડ્યું તે ભેગો યમરાજનો કોલ, જુઓ LIVE વીડિયો
ભારતીની સુરક્ષા પર બોલ્યા મુઈજ્જુ
પોતાની ભારત મુલાકાત દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિ મુઈજ્જુને પૂછવામાં આવ્યું કે તમે ચીન સાથે કામ કરી રહ્યા છો તો શું ભારતમાં વિશ્વાસ રહી શકે છે કે માલદીવ એવું કંઈ નહીં કરે જેનાથી ભારતના સુરક્ષાને અસર પહોંચે. જેના પર તેમણે કહ્યું કે 'માલદીવ ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી ભારતની સુરક્ષા જોખમમાં મુકાઈ. ભારત માલદીવનો મહત્વપૂર્ણ ભાગીદાર અને મિત્ર છે અને અમારો સંબંધ પરસ્પર સન્માન અને સામાન્ય હિત પર આધારિત છે.'
ભારત અને માલદીવના સંબંધો પર કરી વાત
આ ઉપરાંત મુઈજ્જુએ વધુમાં કહ્યું કે 'અમે વિવિધ ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે અમારો સહયોગ વધારી રહ્યા છીએ, અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા પગલાંથી ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાને અસર ન થાય. માલદીવ ભારત સાથેના તેના લાંબા ગાળાના સંબંધોને મહત્વ આપવાનું ચાલુ રાખશે અને અમને વિશ્વાસ છે કે અન્ય દેશો સાથેની અમારી પ્રતિક્રિયાઓ ભારતના સુરક્ષા હિતોને નુકસાન પહોંચાડશે નહીં.' નોંધનીય છે કે આ પહેલા પણ મુઈજ્જુ COP28 દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.