બ્રેકિંગ ન્યુઝ
VTV / malaria vaccine invented
Last Updated: 10:42 PM, 25 April 2019
આફ્રિકા મહાદ્વીપમાં મેલેરિયાથી હજારો લોકો મૃત્યુ પામે છે. તેનાથી બચવા માટે હવે મલાવીમાં પ્રયોગાત્મક રીતે એક અભિયાન શરૂ કરાયું છે. ત્યાં મોટા સ્તરે આધુનિક મેલેરિયા વેક્સિન દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી વિજ્ઞાની આ વેક્સિન તૈયાર કરવામાં જોડાયા હતા.
ADVERTISEMENT
આ વેક્સિનને બનાવવામાં લગભગ ૬૭ અબજ રૂપિયાનો ખર્ચ થયો છે. વિશ્વની સૌથી આધુનિક ટેકનિકથી બનાવાયેલી આ વેક્સિનને મલાવીની રાજધાની લીલોંગવેમાં રસીકરણ બાદ કેન્યા અને ઘાનામાં તેની રસી અપાશે. તેનો લક્ષ્ય બે વર્ષથી ઓછી ઉંમરના ૧,ર૦,૦૦૦ બાળકોને વેક્સિન આપવું અને તેના પ્રભાવોની તપાસ કરવાનો છે.પીએટીએચ મેલેરિયા વેક્સિનની પહેલ પર ‘મોસ્કયુરિક્સ’ નામની આ દવા બનાવાઇ છે.
પરિક્ષણ પહેલાં પાંચ વર્ષ સુધી તેની વિજ્ઞાની રીતે તપાસ કરાઇ છે અને સાત દેશના ૧પ,૦૦૦ લોકો પર તેનો પ્રયોગ પણ કરાયો છે. ટ્રાયલ દરમિયાન ૪૦ ટકા દર્દીઓને મેલેરિયાથી રાહત મળી છે. જોકે આ વેક્સિન મચ્છરજન્ય બીમારીઓમાંથી પૂર્ણ રીતે સુરક્ષા આપતી નથી, પરંતુ તેના પ્રભાવને ઘટાડે છે.
ADVERTISEMENT
વિજ્ઞાનીનું માનવું છે કે જો આ દવાનું મોટા પાયે રસીકરણ કરાય તો નિશ્ચિત રીતે હજારો લોકોનો જીવ બચી શકે છે. વર્ષ ર૦૧પમાં તેની પસંદગી પાઈલટ પ્રોજેકટ માટે કરાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.