ભાવિ સસરાને ઇમ્પ્રેસ કરવા માટે મલાઇકાએ પહેર્યા આવા કપડા

By : juhiparikh 04:40 PM, 20 February 2019 | Updated : 04:18 PM, 21 February 2019
મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર પોતાના રિલેશનશિપને લઇને સતત ચર્ચામાં છે. તેની રિલેશનશિપ ઑફિશ્યલ છે તેવુ કહેવામાં પણ કઇ નવાઇ નથી. હવે અર્જૂનના પપ્પા બોની કપૂરને ઇમ્પ્રેસ કરવા માટે મલાઇકાએ કંઇક  એવુ કર્યુ કે જેનાથી તે ચોક્કસ તેમનું દિલ જીતી લેશે. મલાઇકા એક કેઝ્યૂલ ગ્રે કલરના ટી-શર્ટમાં દેખાઇ હતી, તેના પર મિ. ઇન્ડિયા લખેલુ હતુ અને શ્રીદેવીનો ફોટો હતો. હવે અનિલ કપૂર અને શ્રીદેવી સ્ટારર આ ફિલ્મ બોની કપૂર પ્રોડ્યુસ કરી હતી અને તે સુપરહિટ રહી હતી.આ સાથે જણાવી દઇએ કે, મલાઇકાએ જે ટી-શર્ટન પહેર્યુ છે તે અર્જૂન કપૂરની બહેન સોનમ અને રેહા કપૂરની રિસન બ્રાન્ડનું છે. 

મલાઇકા અને અર્જૂન તાજેતરમાં જ ડિનર ડેટ પર જોવા મળ્યા હતા, ત્યારે મલાઇકા-અરબાઝનો દીકરો અરહાન સાથે હતો. મલાઇકા અને અર્જૂન પોતાની રિલેશનશિપમાં સીરિયસ હોવાનું તેમના નજીકના સૂત્રોએ જણાવ્યુ છે. Recent Story

Popular Story