મલાઇકાના આ લેટેસ્ટ ફોટોઝ જોઇને તમે પણ થઇ જશો એની બોડીના ફેન

By : krupamehta 04:28 PM, 11 October 2018 | Updated : 04:28 PM, 11 October 2018
મુંબઇ: બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીમાંથી એક મલાઇકા અરોરાની સુંદરતા અને શાનદાર ફિટનેસ માટે જેટલું કહીએ એટલું ઓછું છે. ઙલે એ ચાલીસની ઉંમર પાર કરી ચુકી છે, પરંતુ એને જોઇને એની ઉંમરનો અંદાજો લગાવી શકાય નહીં. મલાઇકા હાલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 
 

તાજેતરમાં જ એના કેટલાક ફોટો સામે આવ્યા છે. એનો એ અવતાર જોઇને દરેક એના કર્વ બોડીના દિવાના થઇ ગયા છે. 

આ ફોટોઝમાં મલાઇકાએ ખૂબ જ સરસ ગાઉન પહેર્યા છે. જે જોઇને એવું લાગી રહ્યું છે કે આ ડ્રેસ માત્ર એના માટે જ બનાવવામાં આવ્યો છે. બંને ડ્રેસોને એને કેરી કર્યા છે. પોતાના પહેલા લુકમાં મલાઇકાએ મેટલિક સ્ટીલ ગ્રે ગાઉન પહેર્યું છે, જેમાં એ ખૂબ શાનદાર નજરે જોવા મળી રહી છે. મલાઇકાના આ સ્ટાઇલિશ અંદાજની પાછળ હરીશસિંગાનીનો હાથ છે. એના આ લુકને પૂરો કરવા માટે એને વાળ સ્ટ્રેટ કર્યા છે. પોતાના બીજા લુક માટે મલાઇકાએ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. એમના આ બંને આઉટફીટ યુસૂફ અલ્ઝસ્મે તૈયાર કર્યા છે. આ ડ્રેસની સાથે એને લૂઝ કર્લ હેર કર્યા છે. બંને લુકમાં એ જોરદાર લાગી રહી છે. 

જણાવી એ કે મલાઇકાની ફિટનેસનો રાઝ એનું દરરોજ યોગ કરવાનું છે. એ આ ઉપરાંત ક્યારેય જીમ જવાનું ભૂલતી નથી. એ દિવસની શરૂઆત ગરમ પાણી સાથે મધના કેટલાક ટીપા અને લીંબૂથી કરે છે. જેમાં ઓછી કેલેરી હોય એને એવું ખાવાનું પસંદ છે. Recent Story

Popular Story