બોલીવુડ અભિનેતા મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચાર વહેતા થયા હતા. જો કે, અર્જુન કપૂરે લેડી લવ મલાઈકા સાથેની એક તસ્વીર શેર કરી આ અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ હતુ. હવે મલાઈકા અરોડાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે જો કોઈને 40ની ઉંમરમાં પ્રેમ મળે છે તો તેને નોર્મલ રીતે લો. જીવન 25 વર્ષની ઉંમરે સમાપ્ત થતુ નથી.
અર્જુન સાથે બ્રેકઅપના અહેવાલો વચ્ચે મલાઈકાએ શેર કરી પોસ્ટ
જો તમને 40ની ઉંમરે પણ પ્રેમ મળે છે, તો તેને સામાન્ય દ્રષ્ટિથી જુઓ
અર્જુને પણ થોડા દિવસ પહેલા કરી હતી સ્પષ્ટતા, હું મલાઈકા સાથે છુ
મલાઈકાએ શેર કરી પોસ્ટ
મલાઈકા અરોડાએ શેર કર્યુ, ના, હકીકતમાં. 40ની ઉંમરે પણ જો તમને પ્રેમ મળે છે તો તેને સામાન્ય દ્રષ્ટિએથી જુઓ. 50 વર્ષની ઉંમરે તમે પોતાના જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકો છો અથવા શોધી શકો છો. આ બાબતને સામાન્ય રીતે સ્વીકારો. તમારું જીવન 25 વર્ષની ઉંમરે પૂર્ણ થતુ નથી. તેથી આ રીતે દર્શાવવાનું બંધ કરી દો અને જીવનમાં પોતાની વિચારધારાને મોટી રાખો.
અર્જુને થોડા દિવસ પહેલા કરી હતી સ્પષ્ટતા
આ સિવાય અર્જુન કપૂરે થોડા દિવસો પહેલાં મલાઈકા સાથેની જે ફોટો શેર કરી હતી. તેના કેપ્શનમાં અર્જુને સ્પષ્ટતાપૂર્વક જણાવી દીધુ કે તે હજી પણ મલાઈકા અરોડા સાથે છે. બંને અલગ થયા નથી. અર્જુને લખ્યું, અફવાઓ માટે કોઈ સ્થાન નથી. દરેક લોકો સુરક્ષિત રહો. લોકોના સ્વાસ્થ્યની અમે પ્રાર્થના કરીએ છીએ. હું તમને બધાને ખૂબ પ્રેમ કરુ છુ. અર્જુન કપૂર અને મલાઈકા અરોડાનો ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરેટ કપલમાં સમાવેશ થાય છે. પ્રશંસકો તેમના રિલેશનશીપની વાત સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઇ જાય છે. આ બંનેને જાહેરમાં જોવા પણ મળે છે. ઘણી લંચ અને ડિનર પાર્ટીમાં બંનેનો રોમેન્ટીક અંદાજ પણ જોવા મળે છે.