બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ
Last Updated: 12:36 PM, 11 September 2024
Malaika Arora Father Death: મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે અનિલે છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. તેનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
Maharashtra | Father of actress-model Malaika Arora died by suicide by jumping off a terrace. Police team is present at the spot: Mumbai Police
— ANI (@ANI) September 11, 2024
ADVERTISEMENT
સૂત્રો પાસેથી જણાવવામાં આવી રહ્યું છે કે કે મલાઈકા અરોરાના પિતાએ બાંદ્રામાં પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. હાલમાં અભિનેતાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો છે.
અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યા છે
અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારના હતા. તેનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યા છે. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કોમેડીનો સિતારો બુઝાયો / કપિલ શર્માના શોના કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરથી અવસાન, ફિલ્મી જગતમાં શોકની લહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.