14 માર્ચથી ગ્રહોની બદલાશે દિશા, એક મહિના સુધી ભૂલથી પણ ના કરશો આ કામ

By : krupamehta 11:42 AM, 09 March 2018 | Updated : 11:42 AM, 09 March 2018
મોટાભાગના ધર્મમાં કોઇ પણ મંગળસૂચક કામનો આરંભ કરતાં  પહેલા ગ્રહ અને નક્ષત્રોની ચાલ જોઇને પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. શુભ મુહુર્તને જોયા બાદ જ લગ્ન, ગૃહપ્રવેશ, ખરીદીના કામ કરવામાં આવે છે. એનાથી કામની શુભતામાં વૃદ્ધિ થાય છે. 14 માર્ચ 2018ની રાકે 11 વાગ્યેને 42 મિનીટથી સૂર્ય રાશિ પરિવર્તન કરશે. હાલમાં એ કુંભ રાશિમાં છે. પાંચ દિવસ બાદ એ મીન રાશિમાં પ્રવેશશે. સાથે મલમાસનો આરંભ થઇ જશે અને શુભ કાર્યો પર પણ વિરામ લાગી જશે. 14 એપ્રિલ 2018 સુધી કોઇ પણ શુભ મુહૂર્ત નથી. એટલે તમારે જે પણ શગુન વાળા અને મંગળ કાર્યો કરવા છે, એ જલ્દીથી જલ્દી પૂર્ણ કરી દો. 

જ્યોતિષ વિદ્ધાન કહે છે કે મલમાસમાં કોઇ પણ મંગળ કાર્ય કરવું જોઇએ નહીં. સૂર્ય દ્વાદશ રાશિઓમાં એક એક મહિના સુધી વાસ કરે છે. દરેક માસ ઉપરાંત પોતાની દિશા બદલે છે. જ્યારે એ ગુરુની રાશિઓ ધન અને મીનમાં પ્રવેશ કરે છે તો મલમાસની શરૂઆત થાય છે. શુભ કામ કરવા માટે સૂર્ય અને ગુરુનું શુભ સ્થિતિમાં હોવું અનિવાર્ય માનવામાં આવે છે અથવા કાર્યની પૂર્ણતામાં શંકા બનેલી રહે છે. અપરણિત જ્યારે લગ્નના બંધનમાં બંધાય તો એ પહેલા વરને સૂર્યનો પ્રભાવ અને વધુ માટે ગુરુનું બળવાન હોવું જરૂરી છે. ત્યારબાદ જ શુભ મુહૂર્ત નિકાળવામાં આવી શકે છે. Recent Story

Popular Story