બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / તમારા કામનું / તમારા પશુઓ માટે આ રીતે ઘરે બેઠા બનાવડાવો 'આધાર કાર્ડ', થશે આટલા બધા ફાયદા
Nidhi Panchal
Last Updated: 11:54 AM, 29 November 2024
તો પશુઓ માટે અને પશુપાલકો માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. જેમ આપણને યોજનાઓના લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે, તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા લાભ મળે છે. કોઈ પણ પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે. તમે પશુઓના કાનમાં પેલા ગુલાબી, પીળા ડટ્ટા જોયા હશે ને! જેના પર એક નંબર લખેલો હોય છે, બસ આ જ તેમનું આધાર કાર્ડ છે. જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટેગિંગ કરીને તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવી છે.
ADVERTISEMENT
પશુઓનું આધાર કાર્ડ બનાવ્યા પછી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઈન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ પર તમારા પશુની દરેક માહિતી સ્ટોર થઈ જાય છે. પછી આ વેબસાઈટ પર જઈને તમારા પશુનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પ્રજાતિ, જાતિ, વંશાવલી સહિત ઘણો બધો વૈજ્ઞાનિક ડેટા મેળવી શકે છે. ધારો કે તમારી ગાય વીઆઈ છે, તો તેના વાછરડાથી લઈને દૂધ ઉત્પાદન, તેને ક્યારે ક્યારે રસીકરણ કરાવવું તેની ઉપયોગી માહિતી પણ તમને મળી જશે.
ADVERTISEMENT
અમદાવાદના ક઼Cattle Nuisance Control Department (CNCD) ના HOD નરેશ રાજપૂતના કહેવા પ્રમાણે મૂળ તો પશુ આધાર કાર્ડનો ઉદ્દેશ્ય પશુઓની ગણતરી કરવા માટેનો છે. સાથે જ આ પશુ આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું તે અંગે પણ નરેશભાઈએ ખાસ માહિતી આપી છે. દરેક પશુપાલક પોતાના મોબાઈલથી જ આ પશુ આધાર કાર્ડ બનાવી શકે છે. એકવાર તમે રજિસ્ટર કરી દેશો એટલે સંલગ્ન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દર વર્ષે આવીને તમારા પશુની તપાસ કરશે. જેને લીધે તમે તમારા પશુનું યોગ્ય ધ્યાન રાખો છો કે નહીં તે ખ્યાલ આવશે, સાથે જ તમને પણ યોગ્ય માર્ગદર્શન મળશે.
પશુ આધારની વેબસાઇટના આંકડા અનુસાર ગુજરાતમાં 2022-23માં 16 લાખ પશુપાલકોએ તેમના પશુ માટેના આધાર કાર્ડ બનાવાયા છે. પશુ આધાર ID મનુષ્યો માટે આધાર નંબર જેવો જ હોય છે. કેન્દ્ર સરકાર પશુધનને વિશિષ્ટ ઓળખ નંબર (UID) આપીને તેમની વસ્તી અને આરોગ્યને ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે. આ વર્ષે આ આધાર કાર્ડ યોજનામાં અનેક ફેરફાર કર્યા છે. એટલે કે નવું પશુ આધાર કાર્ડ યોજનામાં ગાય સહિત અન્ય પ્રાણીઓ પણ UID નંબર મળશે.
જો તમે ઑફલાઇન ખેડૂત તરીકે નોંધણી કરી રહ્યા છો, તો તમને તમારા સેલ ફોન પર તમારી લૉગિન માહિતી અને INAPH ફાર્મર એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક સંબંધિત SMS મળશે. અથવા તમે INAPH પોર્ટલમાં સીધા જ લોગીન કરી શકો છો અને INAPH ફાર્મર એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
જો તમે ઓનલાઈન ખેડૂત તરીકે નોંધણી કરો છો, તો તમને તમારી લોગિન માહિતી સંબંધિત તમારા સેલ ફોન પર SMS મળશે અને INAPH પોર્ટલ પર સીધા જ લોગીન કરીને INAPH ફાર્મર વેબ એપ્લિકેશનને ઍક્સેસ કરવાનું શરૂ કરશો. ખેડૂતો આ બે પગલાથી પશુ નોંધણી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. એકવાર તમે તમારા પશુનું રજિસ્ટ્રેશન કરાવી દીધું, ત્યાર બાદ તમે સમયાંતરે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો.
સૌ પ્રથમ https://inaph.nddb.coop/ પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, ત્યારબાદ હોમપેજ પર, “About INAPH” ટેબ પર સ્ક્રોલ કરો અને પછી “એનિમલ સ્ટેટસ” લિંક પર ક્લિક કરો.
પશુ આધાર કાર્ડ સ્ટેટસ ઓનલાઈન તપાસવા માટેનું પેજ નીચે બતાવ્યા પ્રમાણે દેખાશે. હવે એનિમલ ટેગ ID દાખલ કરો, કેપ્ચા દાખલ કરો અને પશુ આધાર કાર્ડની સ્થિતિ ઓનલાઈન તપાસવા માટે "સબમિટ કરો" બટન પર ક્લિક કરો. અને થોડા સમય બાદ તમારું પશુ આધાર કાર્ડ તમારા ઘરે પહોંચે જશે.
પશુ આધાર કાર્ડ INAPH એપ્લિકેશન એન્ડ્રોઇડ અને વેબ આધારિત એપ્લિકેશન જેવા પ્લેટફોર્મ પર મળી રહેશે. INAPH એપ્લિકેશન બે અલગ અલગ મોડમાં કામ કરે છે. પ્રથમ ઑનલાઈન મોડ છે જેમાં તમે કેન્દ્રીય સર્વર ડેટાબેઝ સાથે સીધી વાત કરી શકો છો. બીજું ઑફલાઇન મોડ છે જેમાં તમે તમારા નજીકના પશુ કેન્દ્રિય સર્વર સાથે સીધી વાત કરીને ફોર્મ ભરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.