બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 08:56 PM, 9 June 2021
ADVERTISEMENT
ટ્વિટરે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે અમે આગ્રહપૂર્વક કહેવા માંગીએ છીએ કે ટ્વિટર નવા નિયમોનું પાલન કરવાના દરેક પ્રયાસ કરી રહ્યું છે. ટ્વિટર ગંભીર સમયે અને સંકટના સમયે દેશના લોકોની સેવા કરવા પ્રતિબદ્ધ છીએ.
કોરોના મહામારીની વેશ્વિક અસરને કારણે અમારે માટે આ ગાઈડલાઈનનું પાલન કરવું અઘરુ બન્યું-ટ્વિટર
ADVERTISEMENT
ટ્વિટરે કહ્યું કે 25 ફેબ્રુઆરીએ ગાઈડલાઈન્સ બહાર પડાઈ અને કોરોના મહામારીની વેશ્વિક અસરને કારણે અમારે માટે આ ગાઈડલાઈનનું પાલન કરવું અઘરુ બન્યું હતું. નવા ડિઝિટલ નિયમોમાં ટ્વિટ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે એક રેસિડન્ટ ફરિયાદ અધિકારીની નિમણૂંક પણ સામેલ છે.
નોડલ કોન્ટેક્ટ પર્શન અને રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારીની નિયુક્તી કરી
ટ્વિટરે જણાવ્યું કે અમે નોડલ કોન્ટેક્ટ પર્શન અને રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારીની નિયુક્તી કરી છે અને મુખ્ય ફરિયાદ અધિકારીની નિયુક્તીની દિશામાં પણ અંતિમ તબક્કામાં છે. ટ્વિટરે કહ્યું કે અમે આગામી થોડા દિવસમાં સરકારને વધારે વિગતો પુરી પાડીશું.
નિયમોનું પાલન ન કરવાની જીદ પ્રતિબદ્ધતાનો અભાવ છતો કરે છે
કેન્દ્રીય આઈટી મંત્રાલયે ટ્વિટરને ચેતવણી આપતા જણાવ્યું કે નવા નિયમોનું પાલન ન કરવાની ટ્વિટરની જીદથી સાબિત થાય છે કે કંપનીમાં પ્રતિબદ્ધતાનો અભાવ છે અને તે ભારતના લોકોને તેના પ્લેટફોર્મ પરથી સુરક્ષિત અનુભવ પુરો પાડવાનો પ્રયાસ કરવા માંગતી નથી. મંત્રાલયે ટ્વિટરને પાઠવેલી નોટીસમાં જણાવ્યું કે એ જાણીને અત્યંત ખેદ થયો કે આઈટી મિનિસ્ટ્રીના પત્રમાં તમારા જવાબમાં સરકારના સવાલ પર કોઈ જવાબ અપાયો નથી કે નિયમોનું પાલન કરવાનો તમારો ઈરાદો પણ લાગતો નથી.મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં લગભગ એક દાયકાના કામકાજ છતાં પણ એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ટ્વિટરે એક એવું તંત્ર બનાવવાનો ઈન્કાર કરી દીધો છે જેનાથી ભારતના લોકોને તેના પ્લેટફોર્મ પર સમયસર અને પારદર્શી ધોરણે તેના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં મદદ મળે.
ટ્વિટર નિયમોનું પાલન ન કરે તો સરકાર શું કાર્યવાહી કરી શકે
સરકારે જણાવ્યું કે ટ્વિટર ઈન્ડીયાના નવા નિયમોનું તરત પાલન કરવા માટે છેલ્લી નોટીસ આપવામાં આવી છે. નોટીસ અનુસાર જો ટ્વિટર નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો તેની સામે આઈટી કાયદા, 2000 ની કલમ 79 હેઠળ મળેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે અને દેશના આઈટીના કાયદા પ્રમાણે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મંત્રાલયને ટ્વિટરને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું કે જો ટ્વિટર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો તે આઈટી કાયદા હેઠળની જવાબદારીની છૂટ ગુમાવી બેસશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.