બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / લૂથી બચવા ઘરે જ બનાવો આ 3 ટેસ્ટી ડ્રિંક્સ, શરીર પર તડકાની પણ નહીં થાય અસર!
5 ફોટો ગેલેરી
Last Updated: 03:40 PM, 26 April 2025
1/5
મે મહિનામાં ગરમીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. કાળઝાળ ગરમીના કારણે લોકોનું જીવન મુશ્કેલી બની જાય છે. ઉનાળામાં ફૂંકાતા ગરમ પવનને લૂ અથવા હીટ વેવ કહેવામાં આવે છે. જેમાં હીટ સ્ટ્રોકને કારણે ઉલ્ટી, ઝાડા, ચક્કર, ડિહાઇડ્રેશન અને બેભાન થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી ઉનાળામાં તેનાથી બચવા માટે શરીરને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વનું છે. આ સ્થિતિમાં તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમને કુદરતી રીતે હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ કરશે. અહીં અમે તમને 3 એવા સ્વાદિષ્ટ પીણાં વિશે જણાવશું.
2/5
આ જ્યુસ બનાવવા માટે કાળું મીઠું અડધી ચમચી ગોળ 3 ચમચી, કાચી કેરી 2,જીરું પાવડર 1 ચમચી, ફુદીનાના પાન 10, ઠંડુ પાણી 3 કપ, બરફના ટુકડા મીઠું સ્વાદ મુજબ. આ બનાવવા માટે સૌપ્રથમ કાચી કેરીને છોલી લો. તેને કાપો. પ્રેશર કુકરમાં પાણી અને કેરી ઉમેરો અને 3 સીટી વાગે ત્યાં સુધી રાંધો. તેનાથી કેરીનો પલ્પ બનશે. કેરીના પલ્પમાં ખાંડ અથવા ગોળ, ફુદીનો, કાળું મીઠું, સાદું મીઠું અને શેકેલું જીરું ઉમેરો. પછી મિક્સરમાં થોડું પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો. ત્યાર બાદ જેટલા ગ્લાસ તૈયાર કરવા માંગતા હોવ તેમાં આ પેસ્ટના 2-3 ચમચી ઉમેરો. પછી પુદીના ઉમેરો. ઉપર ઠંડુ પાણી ઉમેરો. છેલ્લે બરફ ઉમેરો અને પીરસો.
3/5
એના માટે 1 બીલી ફળ, ખાંડ સ્વાદ મુજબ, કાળું મીઠું અડધી ચમચી, બરફના ટુકડા, ઠંડુ પાણી 2 કપની જરૂર પડશે. તેને બનાવવા માટે બીલી ફળને તોડીને તેનો પલ્પ કાઢો. તેમાં પાણી ઉમેરો. હવે તેને લગભગ 15 મિનિટ માટે આમ જ રહેવા દો, જેથી બંને સારી રીતે ભળી જાય. હવે પલ્પ હાથ અથવા ચમચીથી સારી રીતે મેશ કરો, જેથી તેનો રસ પાણીમાં ભળી જાય. તેમાં ખાંડ અથવા ગોળ ઉમેરો. તે સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરો. સ્વાદ માટે થોડું કાળું મીઠું ઉમેરો. ગ્લાસમાં બરફ નાખો, શરબત નીકાળી અને ઠંડુ કરીને પીરસો.
4/5
તેના માટે દૂધ 2 કપ, દહીં 1 કપ, ગુલાબ સીરપ 1 ચમચી, ખાંડ 2 ચમચી, બીજ 1 ચમચીની જરૂર પડશે. આ બનાવવા માટે મિક્સર જારમાં ઠંડુ દૂધ, ગુલાબજળ, બરફ અને ખાંડ ઉમેરો. તેને સારી રીતે પીસી લો. ફીણવાળો અને ઠંડો શેક તૈયાર ન થાય ત્યાં સુધી લગભગ 30-40 સેકન્ડ સુધી બ્લેન્ડ કરો. તેને ગ્લાસમાં ઉમેરો. ઉપર ચિયા સીડ અથવા ગુલાબ ઉમેરો.
5/5
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ