ગુજરાતમાં દશેરાનો તહેવાર ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. આજે તમે ઠેર ઠેર ફાફડા -જલેબીની દુકાનો જોઈ શકશો. તહેવારના દિવસે આ ખાસ ડિશનું મહત્વ વધી જાય છે. ગુજરાતીઓ સવારથી ફાફડા- જલેબીની મજા માણવા માટે લાંબી લાઈનોમાં લાગી જાય છે. ગુજરાતીઓને માટે દશેરાના દિવસે ફાફડા-જલેબીનું મહત્વ ખાસ હોય છે. અને સાથે જ ખાવાના શોખીન ગુજરાતીઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. પણ આ કામ કરશો તો તમે લાઈનમાં ઊભા રહ્યા વિના મજા માણી શકશો.
ગુજરાતીઓ નાસ્તામાં પણ ફાફડા ખાવાનું પસંદ કરે છે. આ બંને ચીજોને તમે ઘરે બનાવી લો તો તમે હેલ્ધી ડિશની મજા માણી શકો છો. ફાફડા અને જલેબી એ ગુજરાતીઓની પરંપરાગત ડિશ છે. જાણી લો કઈ રીતે ઘરે બનાવી શકશો ફાફડા અને માવા જલેબી. ફાફડાની સાથે તમે પપૈયાની છીણ ન બનાવો તો ફક્ત મરચાં તળી લો અને તેની પર મીઠું ભભરાવી લો. તમે તહેવારની મજા માણી શકો છો.
એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, ખારો અને પાણી ભેળવો. ખારાને બદલે બેકિંગ સોડા વાપરી શકાય. તેમાં અજમો અને તેલ મિક્સ કરો. તેનો લોટ બાંધો. પરાઠાથી કડક અને પુરીથી નરમ લોટ બાંધો. લોટને અડધો કલાક રહેવા દો. લોટને મસળી લો અને સાથે તેની નાના વેલણ શેપમાં બનાવો અને તેની પર કાપો મારો. એક લૂઓ લો અને હાથથી દબાવીને હથેળીથી ખેંચો. ચપ્પાની મદદથી તેને ઉખાડો. આ રીતે દરેક લૂઆને બનાવીને થાળીમાં રાખો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ફાફડા નાંખો અને તેને તળો. તે તૈયાર થાય એટલે તેને એબસોર્બ પેપર પર પર કાઢો. જેથી વધારાનું તેલ શોષાઇ જશે. તૈયાર છે ક્રિસ્પી ફાફડા. તેને ચટણી અને તળેલા મરચાની સાથે સર્વ કરી શકાય છે. ગુજરાતીઓ આ ફાફડા અને મરચા -ચટણીની મજા કોઇપણ સમયે લેતા રહે છે.
સૌપ્રથમ મેંદામાં થોડું પાણી નાખીને સારી રીતે મિશ્રણ બનાવી લો અને એક કલાક તેને એક રૂમ ટેમ્પ્રેચર પર રહેવા દો. માવાને છીણીને તેમાં બેથી ત્રણ ચમચી દૂધ ઉમેરીને નરમ કરી લો. એક કલાક તેને પણ રૂમ તાપમાને રહેવા દો. એક કલાક પછી માવા અને મેંદાના મિશ્રણને મિક્સ કરીને સારી રીતે ફેંટી લો. કેસરને એક વાટકીમાં પાણી સાથે ઘોળી લો. એક કડાઈમાં ખાંડ લો. તેમાં એક કપ પાણી ઉમેરીને ચાસણી બનાવી લો. ચાસણીમાં કેસરનું મિશ્રણ ઉમેરી દો. હવે માવા અને મેંદાના મિશ્રણને નાનકડી પોલિથિન બેગમાં ભરીને નીચેની તરફ કાણું પાડી દો. એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં પોલિથિનમાં ભરેલા મિશ્રણથી જલેબી પાડી લો. હવે જલેબીને ચાસણીમાં ડુબાડી દો. જલેબી નરમ અને મીઠી બની જાય ત્યાં સુધી તેને ચાસણીમાં રાખો. તૈયાર છે મીઠી, સ્વાદિષ્ટ જલેબી.