બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Make Sugar Free modak For Second Day Bhog of Ganesh chaturthi 2019

રેસિપી / ગણેશ ચતુર્થીના બીજા દિવસે ગણેશજીને ચઢાવો શુગર ફ્રી મોદકનો ભોગ

Bhushita

Last Updated: 12:50 PM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. માન્યતા અનુસાર ગણેશજીને મોદક અને ચુરમાના લાડુ ખૂબ જ પ્રિય હોય છે. જો તમે પણ ઘરે મોદકનો ભોગ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ શુગર ફ્રી મોદકની રેસિપી તમારા માટે જ છે. તેનાથી તમે ગણેશજીને સુંદર ભોગ ધરાવી શકો છો અને તે ઝડપથી બની જાય છે.

ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. માન્યતા અનુસાર ગણેશજીને મોદક અને ચુરમાના લાડુ ખૂબ જ પ્રિય હોય છે. જો તમે પણ ઘરે મોદકનો ભોગ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ શુગર ફ્રી મોદકની રેસિપી તમારા માટે જ છે. તેનાથી તમે ગણેશજીને સુંદર ભોગ ધરાવી શકો છો અને તે ઝડપથી બની જાય છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે તમે આ પ્રકારના મોદક ધરાવીને ભગવાન ગણપતિને ખુશ કરી શકો છો. 

સામગ્રી

બે કપ નરમ ઠળિયા વગરની ખજૂર અથવા ડ્રાય અંજીર
એક કપ બદામ,કાજુ અને પિસ્તાની કતરણ મિક્સ 
હેઝલનટ અથવા કિશમિશ અને કાજુ સ્ટફિંગ માટે
અડધો કપ ખસખસ શેકેલી
એક ચમચો કોકો પાઉડર
એક ચમચો ખમણેલું નારિયેળ
એક ચમચો ઘી ગ્રીસિંગ માટે

રીત

આ મોદક ખજૂર કે અંજીર બન્નેમાંથી કોઈ પણ વસ્તુના બની શકે છે. તમે જે ઈચ્છો તે એક વસ્તુથી શુગર ફ્રી મોદક તમારી સુવિધા અનુસાર બનાવી શકો છો. પહેલાં ઘી ગરમ કરો અને એમાં ખજૂરના નાના ટુકડા કરીને એમાં બધા ડ્રાયફ્રૂટ જે ઝીણા સમારેલા છે એ ભેળવી દો. એમાં જ કોકો પાઉડર અને ખસખસ પણ ભેળવો. હવે તેને હાથથી જ સારી રીતે મિક્સ કરો. મોદકના સાંચામાં મોદક ચોંટે નહીં એટલે ઘી લગાવો. મોદકના સાંચાને અડધો ભરો. વચ્ચે હેઝલનટ કે કિશમિશ રાખીને બીજી તરફ થોડું વધુ મિશ્રણ રાખી સાંચો બંધ કરો. હવે બાકીનો સાંચો ફરીથી ભરી લો. હવે સાંચાને ખોલી લો. તમારા મોદક તૈયાર થઈ જશે. મોદક તૈયાર થાય એટલે ઉપર નારિયેળ ભભરાવીને ગણેશજીને ભોગ ધરાવો.

સંકળાયેલા મુદ્દાઓ

Bhog Ganesh Chaturthi 2019 Modak Recipe Sugar free modak પ્રસાદ recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ