ગણેશ ચતુર્થીના 2 દિવસ સમાપ્ત થયા છે. આ સમયે તમે ચુરમાના અને બૂંદીના લાડુ ભગવાનને ચઢાવી જ દીધા હશે. તો આજે કરી લો માવા મોદક ચોકલેટીની તૈયારી. માનવામાં આવે છે કે ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય હોય છે. તેમાં પણ જો તમે વેરાયટી ઈચ્છો છો તો તમે આ ખાસ ચોકલેટી મોદક બનાવી શકો છો.
સામાન્ય રીતે હિન્દુ તહેવારોમાં જેટલો મહિમા ભજન અને ભક્તિનો છે તેટલો જ મહિમા પ્રસાદનો પણ છે. આથી રોજ અવનવા પ્રસાદ તો ભગવાનને ધરાવવા જ પડે. બસ તો આજે જ નોંધી લો આ સ્વાદિષ્ટ મોદકની રેસિપી અને પછી ટ્રાય કરો તમારા રસોડે.
માવા મોદક ચોકલેટી
સામગ્રી
કવર માટે
1 કપ ચોખાનો લોટ
1/2 કપ મેંદો
2 ટી સ્પૂન ઘી
1 ચપટી મીઠું
ઘી જરૂર પ્રમાણે
સ્ટફિંગ માટેની સામગ્રી
1 કપ માવો
1/2 કપ ખાંડ
1/2 કપ છીણેલી ચોકલેટ
ચોકલેટ સોસ જરૂર પ્રમાણે
રીત
સૌપ્રથમ માવો થોડો સેકી લો. ઠંડો કરો તેમજ ચોકલેટ અને ખાંડ મિક્સ કરો. કવર સામગ્રી મિક્સ કરીને ગૂંથી લો અને પુરીઓ વણીને તૈયાર કરી લો. ત્યાર બાદ ભરવાની સામગ્રી તેમાં ભરી દો. મોદક તૈયાર કરો. ઘી ગરમ કરો અને બધા મોદક ધીમા તાપ પર તળી લો અને પછી ગણપતિજીને ભોગ લગાવો.