Monday, May 20, 2019

ભીંડાનું પાણી પીવો અને પછી જુઓ શરીરમાં થશે આવા ચમત્કારિક ફેરફાર

ભીંડાનું પાણી પીવો અને પછી જુઓ શરીરમાં થશે આવા ચમત્કારિક ફેરફાર
તમારી આસપાસ ઘણા લોકો એવાં હશે જેનું મનપસંદ શાક ભીંડા નું હશે પરંતુ શું તમે જાણો છો કે ભીંડા નું શાક માત્ર સ્વાદ માટે જ નહી પરંતુ સ્વાસ્થ્યની રીતે પણ અત્યંત ગુણકારી છે. ભીંડામાંથી એવા ઘણા પોષકતત્વો મળી રહે છે જે અસ્થમાંથી લઇને કિડની અને ડાયાબિટીસ સુધીની બિમારીથી બચાવે છે.

જો તમે પણ તમારા શરીરને આ પ્રકારની બિમારીઓથી દૂર રાખવા ઇચ્છો છો તો તો રોજ સવારે એક ગ્લાસ ભીંડાનું પાણી પીવાની શરુઆત કરી દો. આ એક આયુર્વેદિક નુસ્ખો છે જેને ભારત સહિત અન્ય દેશોમાં પણ અજમાવવામાં આવે છે. ભીંડાના પાણીને નિયમિત પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. જાણો તેના વિશે...

આ રીતે તૈયાર કરો ભીંડાનું પાણી:

2 તાજા ભીંડા લઇને તેણે કોર્નરથી કાપી લો હવે બાકીના ભાગને વચ્ચેથી કાપીને 2 ટુકડા કરો. હવે આ ટુકડાને 1 કપ પાણીમાં પલાળી દો. આખી રાત પલાળ્યા પછી સવારે કપમાંથી ભીંડા નીકાળી લો તેમાં નોર્મલ પાણી મિક્સ કરીને ભૂખ્યા પેટે પી લો.

શુગર કંટ્રોલ રહેશે:

ઘણા ઓછા લોકો જાણતા હશે કે ડાયાબિટીસમાં ભીંડાનું સેવન કરવું ફાયદાકારક કહેવાય છે. ખાલી પેટે ભીંડાના પાણીના સેવનથી શુગર 1 મહિનામાં કંટ્રોલમાં આવી જશે.

લોહીની ઉણપ કરશે દૂર:

શરીરમાં જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો રોજ એક ગ્લાસ ભીંડાનું પાણી પીવાથી રેડ બ્લડ સેલ વધે છે. આનાથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે.

આંખોનું તેજ વધારે:

ભીંડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક છે કારણકે તેમાં વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વ પાણીના માધ્યમથી શરીરમાં જાય છે અને આંખોની રોશની વધે છે.

કબજિયાત માટેનો રામબાણ ઇલાજ:

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે જો રોજ સવારે ભૂખ્યા પેટ ભીંડાનું પાણી પીશે અથવા ભીંડાનું શાક ખાવાનું રાખશે તો તેમને ફાયદો થશે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ